Ahmedabad : ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનાં નેટવર્ક કેસમાં થઈ રહ્યાં છે નવા નવા ખુલાસા, આ રીતે ઓનલાઈન રમાતો હતો ક્રિકેટનો સટ્ટો

|

Feb 06, 2023 | 8:19 AM

ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતાની સાથે જ બંને અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે, જેથી બંને પકડાયા બાદ જ આગળની કડીઓ મળે તેમ હોવાથી બંનેની શોધખોળ શરૂ કરાઈ છે.આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. 

Ahmedabad : ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનાં નેટવર્ક કેસમાં થઈ રહ્યાં છે નવા નવા ખુલાસા, આ રીતે ઓનલાઈન રમાતો હતો ક્રિકેટનો સટ્ટો
Gujarat's biggest cricket betting network case
Image Credit source: File photo

Follow us on

ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનાં નેટવર્કમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. 1414 કરોડ રુપિયાના સટ્ટા કૌભાંડનું દુબઈ કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદના બે આરોપી કર્મેશ પટેલ અને હરિકેશ પટેલ ડમી બેંક એકાઉન્ટ ખોલાવવાનું કામ કરતા હોવાનું ખુલ્યું છે. તેમ જ હવાલા મારફતે સટ્ટાના પૈસા દુબઈ મોકલવાનું કામ કરતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. જોકે, ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતાની સાથે જ બંને અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે, જેથી બંને પકડાયા બાદ જ આગળની કડીઓ મળે તેમ હોવાથી બંનેની શોધખોળ શરૂ કરાઈ છે.આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે.

સટ્ટાના રૂપિયા હવાલા મારફતે દુબઈ મોકલવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાંચે રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર. ખન્ના, આશિક પટેલ, કર્મેશ પટેલ અને હરિકેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાંથી આર.આર. ખન્ના અને આશિક દુબઈ હોવાનું જાણવા મળ્યું છે.જેથી તે ત્રણેય વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે.

આ રીતે ચાલતું હતું ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક

આ આખા રેકેટમાં આર.આર.એ ઓન વોલ્સ 777 નામની એપ બનાવડાવી હતી. જુદા જુદા બુકીઓ પાસેથી ડિપોઝિટ લઈ આર.આર. આ એપનું આઈડી અને પાસવર્ડ આપતો હતો. જેના પર બુકીઓ ઓનલાઇન સટ્ટો રમતા હતા. જ્યારે આ એપમાં લોગ ઇન કરનારા બુકીઓ પાસેથી પૈસા જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. તે તમામ બેંક ખાતાં એકાઉન્ટ ડમી હતાં.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ તમામ ડમી બેંક એકાઉન્ટ કર્મેશ પટેલ અને હરિકેશ પટેલે ખોલાવડાવ્યા હતા. આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા પૈસા આ બંને જણ હવાલા મારફતે દુબઈ મોકલતા હતા, જેથી આ આખા રેકેટની સૌથી મોટી કડી હરિકેશ અને કર્મેશ હોવાનું ક્રાઇમ બ્રાંચના અધિકારીઓનું કહેવું છે.

દુબઈથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા રાકેશ રાજદેવ ઉર્ફે આર. આર.એ દેશભરમાં બુકીઓનું નેટવર્ક ઊભું કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ચાર મહિના પહેલાં સોલામાંથી બુકી મેહુલ પૂજારાની ધરપકડ કરી હતી. જ્યારે આર.આર.ના નેટવર્કની તપાસ કરવા ક્રાઇમ બ્રાન્ચે અન્ય એજન્સીઓની તેમ જ રાજ્ય બહારની પોલીસની પણ મદદ લીધી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ પ્રક્રિયા બનાવી ઝડપી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ક્રિકેટ સટ્ટા રમાડતા પંટરોને પકડી પાડયા હતા. જેની પાસેથી મળેલા લેપટોપ, મોબાઈલ સહિત અન્ય દસ્તાવેજોની તપાસ કરતા કરોડોના ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી

ક્રાઈમ બ્રાન્ચ સતત સંયોગિત પુરાવા અને વિવિધ બેંક એકાઉન્ટની તપાસ કરતા સામે આવ્યું કે અલગ અલગ વેબસાઈટ અને એપ્લિકેશન બનાવી અને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ દ્વારા તેનું માર્કેટિંગ કરી ગ્રાહકો સુધી આઇડી પહોચાડતાં હતા

Next Article