IPL શરૂ થાય તે પહેલા જ અમદાવાદના માધવપુરા વિસ્તારમાં PCBની ટીમે ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં સટ્ટાના વ્યવહારો 1800 કરોડથી વધીને 5 હજાર કરોડ સુધીના પહોંચ્યા છે. સમગ્ર કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી. SITમાં બે પીઆઇ, એક પીએસઆઇ, એક સીએ અને એક લીગલ ઓફિસરનો સમાવેશ થાય છે. સમગ્ર કૌભાંડમાં પોલીસને મળેલા વ્યવહારો અને ડેટા પર એનાલિસીસ થઈ રહ્યું છે. ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી પહોંચ્યા છે. જેના કારણે ઇડી, હોમ મિનિસ્ટ્રી, એક્સ્ટર્નલ અફેર સહિતના વિભાગોને જાણ કરાશે.
નામચીન બુકી રાકેશ રાજદેવ સુધીના તાર બાબતની તપાસ કરાશે. તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટ, સીએ અને બેંક એક્સપર્ટની મદદ લેવાઈ. આ રેકેટ નામચીન બુકી સૌરભ ચંદ્રનાગર ઉર્ફે મહાદેવ દ્વારા ચાલતુ હતુ. વોન્ટેડ બુકી મહાદેવ પાસે 50થી 60 લોકોની એનાલિસિસ ટીમ હતી. આ ઇન્ટરનેશનલ કૌભાંડ ફ્રેન્ચાઇઝ બેઇઝ ચલાવાતુ હતુ. નોન રિફંડેબલ એક ફ્રે્ચાઇઝ મહાદેવ 5 કરોડમાં વેચતો હતો. અમુક એકાઉન્ટ ડમીની સાથે ભાડે આપ્યા હોવાની દિશામાં તપાસ થઇ રહી છે.
આ કૌભાંડ મુદ્દે અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો અન્ય 16 ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલા 4 મુખ્ય આરોપીઓએ દુબઇમાં ટેકનીકલ ટ્રેઇનિંગ મેળવી હતી. છેલ્લા બે વર્ષમાં 10 હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું અનુમાન છે. સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગના નામે કરોડોના ટ્રાન્ઝેક્શન કરવાનું સમગ્ર કૌભાંડ છે.
સટ્ટાકાંડના લઇને અનેક નવા ખુલાસાઓ પણ થઇ રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ઓનલાઇન સટ્ટાનું રેકેટ 2020થી ચાલતુ હતુ. સટ્ટાકાંડના ઈન્ટરનેશનલ તાર પણ સામે આવ્યા છે. સટ્ટા માટે ઇન્ટરનેશનલ એકાઉન્ટનું મેનેજમેન્ટ કરાતું હતું. દુબઈ અને સિંગાપુર હવાલા મારફતે નાણાં ટ્રાન્સફર થતા હતા. સામાન્ય લોકોના ખાતામાંથી રૂપિયા કંપનીના એકાઉન્ટમાં જમા થતા હતા અને સામાન્ય વ્યક્તિઓને માત્ર મહિને 10 હજાર જેવી રકમ અપાતી હતી.
આ સિવાય બીટકોઈનના હવાલા મારફતે પણ કરોડોના વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના મોટા ટ્રાન્ઝેક્શન હોવાથી આ કેસમાં ED અને IT પણ તપાસમાં ઝંપલાવશે. તો દુબઈ બેઠેલા અમદાવાદના અમિત મજેઠિયા, માનુશ સહિતના બુકીઓ વોન્ટેડ જાહેર થયા છે. બુકીઓ ધંધાર્થે જવાના બહાને દુબઈના વિઝા મેળવી લેતા હતા. અને મોટાભાગનું રેકેટ ત્યાં બેસીને જ હેન્ડલ કરતા હતા. કરોડો રૂપિયાના ટ્રાન્જેકશનને લઇને હવે ઇડી પણ તપાસ કરશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:55 pm, Mon, 27 March 23