અમદાવાદમાં આજથી કોસમોસ ફ્લાવર વેલીનો પ્રારંભ, કાશ્મીરના ફુલ હવે શહેરમાં નિહાળી શકાશે

ફલાવર શો (Flower Show) બાદ અમદાવાદ કોર્પોરેશને રાજ્યમાં પ્રથમ વખત કોસ્મોસ નામના ફ્લાવરથી ફ્લાવર વેલી નિકોલમાં તૈયાર કરી છે. 7 ફેબ્રુઆરી એટલે કે આજથી ફ્લાવર વેલી અમદાવાદમાં ખુલ્લી મુકવામાં આવી છે.

અમદાવાદમાં આજથી કોસમોસ ફ્લાવર વેલીનો પ્રારંભ, કાશ્મીરના ફુલ હવે શહેરમાં નિહાળી શકાશે
અમદાવાદમાં આજથી ફ્લાવર વેલીનો પ્રારંભ
| Edited By: | Updated on: Feb 07, 2023 | 11:58 AM

હવે ફ્લાવર વેલીની મજા માણવા લોકોને જમ્મૂ-કશ્મીર અને ઉત્તરાખંડ નહીં જવું પડે. અમદાવાદમાં કોસમોસ ફ્લાવર વેલીનો પ્રારંભ થયો છે. ફલાવર વેલીની મજા ગુજરાતના આંગણે અમદાવાદમાં જ માણી શકાશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા લોકો માટે નિકોલમાં ફલાવર વેલીનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ વેલીમાં રંગબેરંગી અનેક પ્રજાતિના ફુલછોડ છે. ગાર્ડન વિભાગે નવેમ્‍બર મહિનાથી તૈયારીની શરૂઆત કરી દીધી હતી. શહેરના ફ્લાવર વેલીની ભેટ મળવા જઈ રહી છે. ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી નિકોલમાં તૈયાર કરવામાં આવી છે.

શું છે ફ્લાવર વેલીની વિશેષતા ?

પૂર્વઝોનનાં નિકોલ વોર્ડમાં ટી.પી. 110, એફ.પી. 114 વાળાપ્લોટમાં અંદાજીત 20 હજાર ચો.મી. કરતાં વધુ વિસ્તારમાં ડેવલપ કરવામાં આવેલી ફલાવર વેલી મેયરના વરદ્ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.શહેરી વિસ્તારમાં દેશની સૌ-પ્રથમ ફલાવર વેલી, જ્યાં એક જ પ્રકારનાં ફૂલોથી સમગ્ર વેલી તૈયાર કરવામાં આવી છે. કોસમોસ જાતનાં પ્લાન્ટેશનનાં જુદા-જુદા કલરનાં ફૂલોનાં પ્લાન્ટ્સ વેલી રૂપે લગાવવામાં આવ્યાં છે. 12 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે પ્રવેશ ફી 10 રૂપિયા રહેશે. તો ફ્લાવર વેલીની ટિકિટ ઓનલાઇન તેમજ સ્થળ પર ફિઝિકલ રીતે મેળવી શકાશે. ફ્લાવર વેલીની મુલાકાત માટે એક-એક કલાકના સ્લોટ રાખવામાં આવ્યાં છે

આજથી અમદાવાદીઓ લઇ શકશે મુલાકાત

ફલાવર શો બાદ અમદાવાદ કોર્પોરેશને રાજ્યમાં પ્રથમ વખત કોસ્મોસ નામના ફ્લાવરથી ફ્લાવર વેલી નિકોલમાં તૈયાર કરી છે.  7 ફેબ્રુઆરી એટલે કે આજથી જ ફ્લાવર વેલીને ખુલ્લી મુકવામાં આવી છે.  એક મહિના માટે આ ફ્લાવર વેલી રાખવામાં આવશે. શહેરીજનો સવારે 9થી રાત્રીના 9 સુધી ફ્લાવર વેલી નિહાળી શકાશે. કોસ્મોસ ફ્લાવર સફેદ, મરૂન, ગુલાબી જેવા રંગબેરંગી ફૂલની પ્રજાતિ છે. ફ્લાવર વેલી માટે 10 રૂપિયાનો ચાર્જ લેવાશે.

લોકો પ્રી વેડિંગનું શૂટિંગ કરાવી શકશે

આ ભારતનું પ્રથમ ફ્લાવર વેલી ગાર્ડન છે. જે મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. ફ્લાવર વેલીમાં લોકો પ્રી વેડિંગનું શૂટીંગ અને સેલ્ફીની પણ મજા લઈ શકશે. ગાર્ડન વિભાગે નવેમ્બર મહિનાથી ફ્લાવર વેલી તૈયારી કરવાની શરૂઆત કરી હતી. રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં લોકો ફ્લાવર વેલીની મજા માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

(વિથ ઇનપુટ-જીજ્ઞેશ પટેલ,અમદાવાદ)