Gujarat weather latest Update: અમદાવાદ-ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાયો, બનાસકાંઠા, જામનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ

જામનગર જિલ્લામાં પણ ગત રાત્રે ઝાપટું પડ્યું હતું અને રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા, વાસણ, કોટડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો

Gujarat weather latest Update: અમદાવાદ-ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાયો, બનાસકાંઠા, જામનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
| Edited By: | Updated on: Mar 05, 2023 | 7:47 AM

ગુજરાતભરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ  અને  કેટલાક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. તેમજ અમદાવાદમાં મોડી રાતથી તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. તેમજ વહેલી સવારે પણ તીવ્ર ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો. તો ગાંધીનગરમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે ઠંડકનો અનુભવ થયો હતો.

 Gujarat weather: હવામાન વિભાગની બફારો વધવાની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં   માવઠું થવાની આગાહી વ્યક્ત કરી છે. જે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 કલાક બાદ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થશે. જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. સાથે જ દિવસ દરમિયાન લોકોને ભારે બફારાનો પણ અનુભવ થશે

તો બીજી તરફ જામનગર જિલ્લામાં પણ ગત રાત્રે ઝાપટું પડ્યું હતું અને રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા, વાસણ, કોટડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

ભાવનગરમાં ભારે પવન ફુંકાયા બાદ વરસાદ

તો ભાવનગરમાં પણ ભારે પવન ફૂંકાયો  હતો અને વરસાદ વરસ્યો હતો.

બદલાયેલા હવામાનથી જગતનો તાત ચિંતાતુર

કુદરતી આફત સામે ફરી એકવાર ખેડૂત લાચાર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના મારથી બનાસકાંઠાના ખેડૂતો પણ બચી નથી શક્યા. કમોસમી વરસાદથી દાંતા પંથકમાં ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. હાલના તબક્કે ઘઉં, રાયડા અને ચણાના પાકને ભારે નુકસાન થયુ છે. ખેડૂતોએ મહામહેનતે પોતાના ખેતરમાં પાક ઉભો કર્યો અને હવે પાક લેવાનો સમય આવ્યો ત્યાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન વેંઠવાનો વારો આવ્યો છે. હાલ તો કમોસમી વરસાદથી ત્રસ્ત ખેડૂત સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યો છે.

 

Published On - 7:47 am, Sun, 5 March 23