ગુજરાતમાં જાણે શિયાળા પછી તુરંત ચોમાસું બેસી ગયું ગયું હોય તેવો માહોલ છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના પગલે કમોસમી માવઠાના દિવસો જ વધતા જ જાય છે. ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. તેમાં વળી પાછી હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી વરસાદની સંભાવના છે. આવતીકાલથી રાજ્યમાં હળવો વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે. 24 માર્ચે ઓછા વરસાદની શક્યતા છે. આગામી 4 દિવસ સુધી ગરમીની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે હાલ ખેતરોમાં ઉભા પાક તૈયાર છે.ખાસ કરીને અનાજ ઉપરાંત બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે પણ આ માવઠુ નુકસાન કરનારુ છે.
ગત રાત્રે કચ્છમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ થયો હતો તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે .ગત રાત્રે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણ, ખોખરી, મોટી ખોખરી, રેટા કાલાવડ, ધતુરિયા, લાલ્પરડા, લાલુકા, જૂનીફોટ, સહિતના ગામોમાં ગાજવીજ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. એટલું જ નહીં સ્થાનિક નદીઓમાં પણ નવા નીર આવ્યાં છે. તો બીજી તરફ આસપાસના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે..જેને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે.
#Gujarat: There’s a possibility of rain in Gujarat for next 3-4 days. It’ll rain lightly from tomorrow. There’s a possibility of rain in #Ahmedabad #Gandhinagar as well. There’s a possibility of less rain on March 24. There is no possibility of heat wave for next 4 days: MET dept pic.twitter.com/yQDeprQYcn
— Tv9 Gujarati (@tv9gujarati) March 21, 2023
મુખ્યમંત્રીએ તાજેતરમાં જ વરસાદથી નુકસાનની સમીક્ષા કરી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમજ આગામી આગાહીને પગલે જિલ્લા કલેક્ટરને સચેત રહેવા માટેના આદેશ પણ આપ્યા હતા.
Published On - 7:52 am, Tue, 21 March 23