Gujarat : વ્યવસાયિકોના રસીકરણની મુદ્દત પૂર્ણ થતા હવે થશે કાર્યવાહી

|

Aug 16, 2021 | 7:25 AM

રાજ્યમાં વ્યવસાયિકોના રસીકરણની મુદ્દત પૂર્ણ ગઇકાલે પૂર્ણ થઇ છે. અને રાજ્ય સરકારે હવે વ્યવસાયિકોના ફરજિયાત રસીકરણની નવી કોઇ સમયમર્યાદા જાહેર નથી કરી.

Gujarat : રાજ્યમાં વ્યવસાયિકોના રસીકરણની મુદ્દત પૂર્ણ ગઇકાલે પૂર્ણ થઇ છે. અને રાજ્ય સરકારે હવે વ્યવસાયિકોના ફરજિયાત રસીકરણની નવી કોઇ સમયમર્યાદા જાહેર નથી કરી. જેનો સીધો અર્થ છે કે જે વેપારીઓએ રસીકરણ નહીં કરાવ્યું હોય તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે. મહત્વપૂર્ણ છે કે મહાનગરોમાં વેપારીઓના રસીકરણની તપાસ માટે ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો વેપારીઓના રસીકરણની તપાસ કરશે. જો વેપારીઓએ રસી નહીં મુકાવી હોય તો તેવા વેપારીઓ સામે કાર્યવાહી થઇ શકે છે.

અહીં નોંધનીય છેકે રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. અને રસીકરણ મામલે રાજ્ય સરકારે એક નવો જ કિર્તીમાન સ્થાપિત કર્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4 કરોડ કરતા વધુ લોકોને રસીનો ડોઝ અપાયો છે. ત્યારે સરકાર હવે રસીકરણ મામલે કોઇ બાંધછોડ કરવા માગતી નથી. જેથી કોરોનાના જંગ સામે જીતી શકાય.

Next Video