ગુજરાત યુનિવર્સિટીમાં લેવાનાર CCC ની પરીક્ષા ટેકનીકલ કારણોસર મોકૂક રખાતા સરકારી કર્મચારીઓ નારાજ

|

Jan 29, 2023 | 5:34 PM

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની વર્ગ-૩ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આજે  પેપર ફૂટવાને કારણે મોફુક રખાઈ છે. જ્યારે આજે ગુજરાત યુનિવર્સિટીમાં લેવાતી સરકારી કર્મચારીઓ માટેની સીસીસીની પરીક્ષા પણ ટેકનિકલ કારણોસર મોફુક રાખવામાં આવી હતી. બઢતી અને પગાર વધારા માટે સીસીસી સર્ટિફિકેટ સરકારી કર્મચારીઓ માટે જરૂરી હોય છે ત્યારે એમની પરીક્ષા મોકૂક રહેતા તેમનામાં પણ આક્રોશ જોવા મળ્યો.

ગુજરાત યુનિવર્સિટીમાં લેવાનાર CCC ની પરીક્ષા ટેકનીકલ કારણોસર મોકૂક રખાતા સરકારી કર્મચારીઓ નારાજ
Government Employee irk After CCC Exam Postponed

Follow us on

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની વર્ગ-3 જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આજે  પેપર ફૂટવાને કારણે મોફુક રખાઈ છે. જ્યારે આજે ગુજરાત યુનિવર્સિટીમાં લેવાતી સરકારી કર્મચારીઓ માટેની સીસીસીની પરીક્ષા પણ ટેકનિકલ કારણોસર મોફુક રાખવામાં આવી હતી. બઢતી અને પગાર વધારા માટે સીસીસી સર્ટિફિકેટ સરકારી કર્મચારીઓ માટે જરૂરી હોય છે ત્યારે એમની પરીક્ષા મોકૂક રહેતા તેમનામાં પણ આક્રોશ જોવા મળ્યો.

ટેકનિકલ કારણોસર પરીક્ષા મોકૂક રાખવામાં આવી

સરકારી કર્મચારીઓએ નોકરીમાં કાયમી થવા માટે તેમજ બઢતી અને પગાર ભથ્થા માટે કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ (CCC)નું સર્ટિફિકેટ મેળવેલું હોવું જરૂરી છે. જે સીસીસીની પરીક્ષા સમગ્ર રાજ્યમાં માત્ર અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ખાતે જ લેવામાં આવે છે. આજે અહીંયા અલગ-અલગ ત્રણ બેચ માં 400થી વધારે પરીક્ષાાર્થીઓની સીસીસી પરીક્ષા લેવાનાર હતી. સવારે 8 કલાકે પરીક્ષાની શરૂઆત થવાની હતી પરંતુ સમય પર પરીક્ષા શરૂ થઈ શકી ના હતી. ઉપસ્થિત સ્ટાફે પરીક્ષા શરૂ કરાવવા પ્રયત્નો કર્યા બાદ કેન્દ્રને તાળાં મારી નીકળી ગયા હતા. બાદમાં ટેકનિકલ કારણોસર પરીક્ષા મોકૂક રાખવામાં આવી હોવાનો મેસેજ ઉમેદવારોને મોકલી અપાયો હતો.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા કેન્દ્રો હાલ બંધ કરાવાયા

સીસીસી ની પરીક્ષા આપવા આવેલ તમામ સરકારી કર્મચારીઓ અને કચ્છ, સોમનાથ, દ્વારકા, જામનગર સહિત દક્ષિણ ગુજરાત માંથી આવ્યા હતા. દૂરથી પરીક્ષા આપવા આવ્યા બાદ આવીરીતે અંતિમ ઘડીએ પરીક્ષા મોકૂક રહેતા સરકારી કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો. પરિક્ષાર્થીઓએ જણાવ્યું કે સમગ્ર રાજ્યના કર્મચારીઓએ આ પરીક્ષા આપવાની હોય છે ત્યારે માત્ર એક જ પરીક્ષા કેન્દ્ર ના હોવું જોઈએ. અગાઉ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા કેન્દ્રો હાલ બંધ કરાવાયા છે એને પુનઃ શરૂ કરવા જોઈએ.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

પરીક્ષા મફૂક રહેવા સંદર્ભે ટેકનિકલ કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. જોકે મળતી માહિતી મુજબ ગઈકાલે યુનિવર્સિટીમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે કેબલ તૂટી જતા સિસ્ટમ નિષ્ક્રિય થઈ ગઈ હતી. જેની જાણ આજે સવારમાં પહોંચેલ સ્ટાફને થતા તાત્કાલિક પરીક્ષા મોકૂક રખાઈ હતી.

આ પણ વાંચો : Paper leak : વારંવાર થતા પેપર લીકને લઇને ગુજરાત સરકાર એક્શનમાં, વિધાનસભાના બજેટ સત્રમાં લાવી શકે છે કડક કાયદો

Next Article