Gujarat Talati Exam : 7 મે ના રોજ પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને વડોદરા વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન

|

May 06, 2023 | 9:32 PM

પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને વડોદરા વચ્ચે 7મી મેના રોજ વિશેષ ભાડા પર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat Talati Exam : 7 મે ના રોજ પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને વડોદરા વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન
Ahmedabad Special Train

Follow us on

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગુજરાત દ્વારા 7મી મેના રોજ વિવિધ સ્થળોએ “ગ્રામ પંચાયત સચિવ” (તલાટી કમ મંત્રી) ની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને વડોદરા વચ્ચે 7મી મેના રોજ વિશેષ ભાડા પર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેની વિગતો આ મુજબ છે :-

  • ટ્રેન નંબર 09187/09188 વડોદરા-અમદાવાદ-વડોદરા પરીક્ષા સ્પેશિયલ (2 ટ્રીપ)

ટ્રેન નંબર 09187 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન વડોદરાથી સવારે 07:50 કલાકે ઉપડશે અને સવારે 09:40 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09188 અમદાવાદ-વડોદરા પરીક્ષા સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી 15:20 કલાકે ઉપડશે અને 17:20 કલાકે વડોદરા પહોંચશે. રૂટમાં આ ટ્રેન મણિનગર, બારેજડી, મહેમદાવાદ ખેડારોડ, નડિયાદ અને આણંદ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનના તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આ ઉપરાંત,  આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા 7મી મેના રોજ સાબરમતી અને પાલનપુર વચ્ચે “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેનની બે જોડી અને ગાંધીગ્રામથી ભાવનગર સુધીની એક જોડી સ્પેશિયલ ભાડા પર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન નં. 09471/09472 સાબરમતી-પાલનપુર-સાબરમતી (ડેમુ) પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (બે ફેરા)

    ટ્રેન નંબર 09471 સાબરમતી-પાલનપુર પરીક્ષા સ્પેશિયલ સાબરમતીથી સવારે 04.30 વાગ્યે ઉપડશે અને 07.10 વાગ્યે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09472 પાલનપુર-સાબરમતી પરીક્ષા સ્પેશિયલ પાલનપુરથી સવારે 07.40 ઉપડીને 10.10 વાગ્યે સાબરમતી પહોંચશે રૂટમાં આ ટ્રેન કલોલ અને મહેસાણા સ્ટેશને ઉભી રહેશે.

  • ટ્રેન નં. 09473/09474 સાબરમતી-પાલનપુર-સાબરમતી (ડેમુ) પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (બે ફેરા)

    ટ્રેન નંબર 09473 સાબરમતી-પાલનપુર પરીક્ષા સ્પેશિયલ સાબરમતીથી 16.30 વાગ્યે ઉપડશે અને 18.55 વાગ્યે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09474 પાલનપુર-સાબરમતી પરીક્ષા સ્પેશિયલ પાલનપુરથી 19.35 વાગ્યે ઉપડશે અને 22.30 વાગ્યે સાબરમતી પહોંચશે.
    પહોંચશે રૂટમાં આ ટ્રેન કલોલ અને મહેસાણા સ્ટેશને ઉભી રહેશે.

  • ટ્રેન નં. 09579/09580 ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (બે ટ્રીપ)

    ટ્રેન નંબર 09579 ભાવનગર-ગાંધીગ્રામ પરીક્ષા સ્પેશિયલ ભાવનગરથી સવારે 04.50 વાગ્યે ઉપડશે અને 09.15 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09580 ગાંધીગ્રામ-ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી 15.30 વાગ્યે ઉપડશે અને 20.10 વાગ્યે ભાવનગર પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા,સિહોર, ધોલા, બોટાદ, ધંધુકા, ધોળકા અને વસ્ત્રાપુર સ્ટેશનો પર ઉભી રહેશે.

    • ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

       તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article