GUJARAT : સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે, 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી

|

Aug 02, 2021 | 5:57 PM

ગુજરાતમાં હજી સારા વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 5 દિવસ ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

GUJARAT : ગુજરાતમાં હજી સારા વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 5 દિવસ ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. ગુજરાતમાં હજુ પણ 36 ટકા જેટલી વરસાદની ઘટ છે. નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયથી રાજયમાં વાદળછાયું વાતાવરણ રહે છે. પરંતુ, જોઇએ તેવો વરસાદ પડી નથી રહ્યો. ત્યારે હજું પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોરદાર વરસાદની ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે.

 

Next Video