વડોદરાથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા, કેમિકલના તાર મોરબી સુધી પહોંચ્યા

|

Aug 23, 2022 | 7:28 PM

ગુજરાતના(Gujarat) વડોદરામાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીના (Drugs Factory) કેસમાં એટીએસને (ATS) નવી માહિતી સાંપડી છે. જેમાં એટીએ ની ટીમ દ્વારા મોરબીમાં(Morbi)તપાસ હાથ ધરવામાં આવી છે

વડોદરાથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા, કેમિકલના તાર મોરબી સુધી પહોંચ્યા
Vadodara Drugs Factory

Follow us on

ગુજરાતના(Gujarat) વડોદરામાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીના (Drugs Factory) કેસમાં એટીએસને (ATS) નવી માહિતી સાંપડી છે. જેમાં એટીએ ની ટીમ દ્વારા મોરબીમાં(Morbi)તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબીની એક ફેકટરીમાં ગોડાઉન માંથી કેમિકલ મળી આવ્યું છે. જેમાં મોરબી, વડોદરા, ભરૂચ તથા સુરત ખાતે રેડ કરી સર્ચ એટીએસ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ગુજરાત  એટીએસ ની અલગ અલગ ટીમો દ્વારા તા.16 ઓગસ્ટના રોજ વડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમા આવેલી નેક્ટર કેમ નામની ફેક્ટરીમાંથી 225 કિ.ગ્રા. જેટલો માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે તપાસ દરમ્યાન એટીએસ દ્વારા આજ દિન સુધી કુલ 6 આરોપીઓની ધરપકડ કરેલ છે,જેમાં મહેશ ઉર્ફે મહેશ ધોરાજી વૈષ્ણવ, તેના ભાગીદાર પિયુષભાઇ અશોકભાઇ પટેલ, દિલીપ ઉર્ફે દીપક લાલજીભાઇ વધાસીયા, રાકેશ ઉર્ફે રાકો નરસીભાઇ મકાણી, વિજય ઉર્ફે વીજો ઓધવજી વોયાની ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટમાંથી 26 ઓગષ્ટ સુધીના રીમાન્ડ મેળવ્યા હતા. ATS દ્વારા રિમાન્ડ દરમ્યાન આરોપીઓની પૂછપરછ કરતાં અનેક ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.

પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલ્પાઝોલમ નામનો માદક પદાર્થ બનાવવાનું શરૂ કર્યું

આ આરોપીઓની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે સીન્થેટીક માદક પદાર્થ બનાવવા માટે મહેશના કહેવાથી દિલીપ વધાસીયાએ પિયુષભાઇ પટેલ તથા મહેશ બંને સંપર્ક મોરબી ખાતેની એક કેમીકલ ફેક્ટરીના માણસો સાથે કરાવ્યો હતો. ત્યાર બાદ પિયુષ પટેલ તથા મહેશ ધોરાજીએ મોરબીની કેમીકલ ફેક્ટરી ના ગોડાઉન માં પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલ્પાઝોલમ નામનો માદક પદાર્થ બનાવવાનું શરૂ કર્યું હતું. આ માદક પદાર્થ અલ્પાઝોલમ બનાવવા માટેની પ્રક્રિયા કુલ સાત સ્ટેજની હોય છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ગોડાઉનમાં રેડ કરતા અનેક વસ્તુઓ પણ મળી આવી છે.

જે પૈકી પકડાયેલ આરોપીઓએ શરૂઆતના બે સ્ટેજની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જેના પરિણામ સ્વરૂપે ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2-અમિનો–ક્લોરો બેન્ઝોફિનોલ બન્યું હતું, જે મોરબી ફેક્ટરીના ગોડાઉનમાં રાખ્યું હોવાની માહિતી મળતા જે માહિતી આધારે એ.ટી.એસ.ની ટીમે મોરબી ખાતે આવેલી કેમીકલ ફેક્ટરીના ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરી ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2અમિનો-5 ક્લોરો બેન્ઝોફિનોલનો 1700 કિ.ગ્રા. જથ્થો જેની કિંમત કિં. 34 લાખ થાય છે તે રીકવર કરી સીઝ કરવામાં આવ્યું હતું. જે સીઝ કરેલા કેમીકલનું FSL દ્વારા તપાસ કરાવવામાં આવશે. ATS દ્વારા પકડાયેલા આરોપીઓના ઘર, ફેક્ટરી તથા ગોડાઉનની સઘન તપાસ પણ કરવામાં.આવી હતી. એ.ટી.એસ.ના અધિકારીઓની અલગ-અલગ ટીમો બનાવી વડોદરા, ભરૂચ તથા સુરત ખાતે આરોપીઓના ઘરે તેમજ ગોડાઉનમાં રેડ કરતા અનેક વસ્તુઓ પણ મળી આવી છે.

મહેશ ધોરાજીના સુરતના રહેઠાણેથી મેફેડ્રોનના વેચાણના  રોકડ નાણા કબજે કર્યા

આરોપી મહેશ ઉર્ફે મહેશ ધોરાજી તથા પિયુષભાઇ અશોકભાઇ પટેલના વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા ગામમાં આવેલ સ્વસ્તીક સીરામીક કંપાઉન્ડમાં આવેલ પ્લોટ નંબર 13 , ગોડાઉન નંબર 1 માથી મેફેડ્રોન 45 ગ્રામ તથા પ્લાસ્ટીકની 75 ટ્રેમા ચોટેલો મેફેડ્રોન 34 ગ્રામ તથા મેફેડ્રોન તથા અલ્પાઝોલમ ડ્રગ્સ બનાવેલ હતુ તેના વેસ્ટ કેમીકલના ડ્રમ સાથે આશરે 70 તથા અન્ય કેમીકલ મળી આવ્યું હતું.

  1. આરોપી મહેશ ઉર્ફે મહેશ ધોરાજીના સુરતના રહેઠાણેથી મેફેડ્રોનના વેચાણ પેટે મળેલ રોકડ નાણા રૂપિયા 50 લાખ તથા 12 લાખની કિંમતની એક કાર તથા મોબાઇલ ફોન કબ્જે કરેલ છે.
  2. આરોપીઓએ ભરૂચ સાયખા જી.આઇ.ડી.સી. ખાતે વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. કંપનીમાં આ ગુનામાં કબ્જે કરેલ મેફેડ્રોનનો જથ્થો બનાવેલ હતો ત્યાથી આશરે 195 કિલો જેટલો મેફેડ્રોન બનાવ્યા બાદનો વેસ્ટ મળી આવેલ છે. જેમાથી મેફેડ્રોનની હાજર શોધાયેલ છે.
  3.  આરોપી દિલીપ ઉર્ફે દીપક લાલજીભાઇ વધાસીયા તથા રાકેશ ઉર્ફે રાકો નરસીભાઇ મકાણી તથા વિજય ઉર્ફે વીજો ઓધવજી વસોયાના મકાનમાથી ત્રણ મોબાઇલ ફોન મળી આવતા કબ્જે કરેલ છે.
  4. સર્ચ ઓપરેશન દરમ્યાન મોરબી એસ.ઓ.જી, સુરત સીટી એસ.ઓ.જી, વડોદરા સીટી એસ.ઓ.જી તથા ભરૂચ એસ.ઓ.જીની ટીમો પણ એ.ટી.એસ. સાથે તપાસમાં જોડાઈ હતી.

આ અગાઉના વર્ષ 2016-17 માં પકડાયેલા આરોપીઓ મહેશ તથા પીયુષની વડોદરા ખાતેની ફેક્ટરીમાં આ ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડરનું આગળનું સીન્થે 2/3 આશરે 9 કિ.ગ્રા, જેટલો અલ્પાઝોલમ નામનો માદક પદાર્થ બનાવ્યો હતો, જે તેઓએ રાજસ્થાનના સરપંચ તરીકે ઓળખાતા વ્યક્તિને વેચાણ કર્યો હતો, તેમજ ડ્રગ્ઝ ટ્રાફીકીંગમાં સંકળાયેલ આ ટોળકી દ્વારા અગાઉ મેફેડ્રોન(MD)બનાવીને મુંબઈના ઈબ્રાહીમ હુસૈન ઓડીયા તેમજ તેના પુત્ર બાબા ઈબ્રાહીમ હુસૈન ઓડીયા તથા રાજસ્થાન ભવાનીમંડી પાસેના જાવીદનાને વેચાણ કર્યું હતું.

હવે એટીએસ દ્વારા પકડાયેલ આરોપીઓ આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન (MD) કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ કરેલ હતો અને એ માટે તેઓને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે તે અંગે સઘન તપાસ ચાલુ છે.

Next Article