Monsoon 2022: ગુજરાતમાં સીઝનનો 105 ટકા વરસાદ નોંધાયો, કચ્છમાં સૌથી વધુ 160 ટકા વરસાદ વરસ્યો

|

Sep 11, 2022 | 11:02 AM

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. અમરેલીના લિલિયામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે.

Monsoon 2022: ગુજરાતમાં સીઝનનો 105 ટકા વરસાદ નોંધાયો, કચ્છમાં સૌથી વધુ 160 ટકા વરસાદ વરસ્યો
ગુજરાતમાં ચોમાસાની અંતિમ ચરણમાં પણ અનરાધાર વરસાદ

Follow us on

ગુજરાતમાં ચોમાસુ (Monsoon 2022) અંતિમ ચરણમાં છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની મહેર ઉતરી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. અમરેલીના લિલિયામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. તો કચ્છના અંજારમાં 3.5 ઈંચ વરસાદ થયો છે. તો સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ખેડા, સુરત, ભરૂચમાં સરેરાશ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બનાસકાંઠામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો આ સાથે જ ગુજરાતમાં સીઝનનો 105 ટકા વરસાદ નોંધાયો છે.

સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ

ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 105. 56 ટકા વરસાદ નોંધાયો છે. તો સૌથી વધુ કચ્છમાં 160.67 ટકા વરસાદ વરસી ચુક્યો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 112.77 ટકા વરસાદ વરસી ચુક્યો છે. તો પૂર્વ-મધ્ય ગુજરાતમાં 86.31 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં પણ 94. 5 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સીઝનનો 115.6 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ

હવામાન વિભાગની (IMD) આગાહીના પગલે શનિવારે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ (Rain) વરસ્યો હતો. શનિવારે અમદાવાદમાં (Ahmedabad) ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. તો ગાંધીનગરના (Gandhinagar) દહેગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વડોદરામાં (Vadodara) પણ વિજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. સુરત શહેર અને ગ્રામ્યમાં પણ મેઘરાજાએ સારી બેટિંગ કરી હતી. ખેડામાં પણ ધોધમાર વરસાદ (Heavy rain) વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા.સુરેન્દ્રનગર (Surendranagar) અને વઢવાણમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

હવામાન વિભાગે વધુ વરસાદની કરી આગાહી

ગુજરાતમાં (Gujarat) ફરી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે (Meteorological Department) ફરી ગુજરાતમાં ભારે વરસાદ (Heavy Rain) થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. સાથે જ ગુજરાતમાં 13 સપ્ટેમ્બર પછી વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થયુ છે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Next Article