બોટાદમાં ઝેરી દારૂકાંડ મુદ્દે રાજ્ય સરકારે કર્યુ કમિટીનું ગઠન, કમિટી યુદ્ધના ધોરણે કરશે તપાસ

|

Jul 26, 2022 | 4:11 PM

બરવાળામાં સર્જાયેલા ઝેરી દારૂકાંડ મામલે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatia) જણાવ્યું કે, ઘટના બન્યાના 24 કલાકમાં જ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. જે કેમિકલને કારણે લોકોના મોત થયા તે અમદાવાદની AMOS કંપનીમાં બનતું હતું.

બરવાળામાં સર્જાયેલા ઝેરી દારૂકાંડમાં (latthakand) અત્યાર સુધી 29 લોકોએ જીવ ગુમાવ્યા છે. 29 મૃતકો પૈકી 23 લોકો બોટાદના (Botad) છે. જ્યારે કે 6 લોકો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના છે. દારૂકાંડ મામલે કુલ 13 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે જયેશ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે બોટાદમાં ઝેરી દારૂકાંડ મુદ્દે રાજ્ય સરકારે કમિટીનું (committee) ગઠન કર્યુ છે. કેમિકલના દુરપયોગથી બનેલી ઘટના અંગે સઘન તપાસ થશે. કમિટી યુદ્ધના ધોરણે તપાસ કરશે. તપાસ કર્યા બાદ સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારને આપશે.

ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન

બોટાદ જિલ્લામાં કેમીકલના દુરુપયોગથી બનેલી ઘટનાની સઘન તપાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ અંગેની માહિતી આપી છે. આ કમિટી યુદ્ધના ધોરણે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરીને સરકારને સમગ્ર રિપોર્ટ સોંપશે. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે,આજથી કમિટીએ તપાસ શરુ કરી દીધી છે. 10 દિવસમાં આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ કરાશે.

24 કલાકમાં જ ગુનો ડિટેક્ટ કરાયો

બરવાળામાં સર્જાયેલા ઝેરી દારૂકાંડ મામલે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું કે, ઘટના બન્યાના 24 કલાકમાં જ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. જે કેમિકલને કારણે લોકોના મોત થયા તે અમદાવાદની AMOS કંપનીમાં બનતું હતું. કેમિકલના નમૂનાઓ FSLમાં મોકલવામાં આવ્યા છે. ડીજીપીએ જણાવ્યું કે મુખ્ય આરોપી જયેશ ગોડાઉનનો સુપરવાઇઝર હોવાથી કેમિકલ ચોરીની અન્ય કોઇને જાણ ન થઇ. સામાન્ય રીતે મિથાઇલ આલ્કોહોલનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થાય છે. પરંતુ જયેશે પહેલી વખત ઇન્ડસ્ટ્રીયલ કેમિકલનો આ પ્રકારે ઉપયોગ કર્યો.

જયેશે અલગ અલગ લોકોને આ કેમિકલ આપ્યું. જો કે આ કેમિકલમાં ફક્ત પાણી મિક્સ કરવામાં આવેલું હતું. એકસરખા પ્રમાણમાં કેમિકલ અને પાણી મિક્સ કરવામાં આવ્યું હતું. એટલે કે મૃતકોએ દારૂના નામે ફક્ત કેમિકલ પી લીધું હતું. પરિણામે તેમના મોત નિપજ્યા. ડીજીપીએ જણાવ્યું કે સમગ્ર ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી યુદ્ધના ધોરણે તપાસ કરી રિપોર્ટ સોંપશે.

Next Article