ગુજરાત પોલીસ વડાનો સપાટો, અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ અને બે પીએસઆઇને સસ્પેન્ડ કરાયા

|

Mar 19, 2022 | 6:37 PM

નારોલ વિસ્તારમાં જ લાંભા એન.આઇ. ડી.સી. માં ખુલ્લી જગ્યા માંથી 27560 લીટર કેમિકલ જેની કિંમત રૂપિયા 7,65,120 તેમજ 16,35,000 કિંમતના 4 વાહન, 550 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ અને 5680 રૂપિયા રોકડ તેમજ ટેન્ક, કેરબા, બેરલ, પાઇપ, ઇલેક્ટ્રિક મોટર કબ્જે કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસ વડાનો સપાટો, અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ અને બે પીએસઆઇને સસ્પેન્ડ કરાયા
Ahmedabad Narol Police Station (File Image)

Follow us on

ગુજરાતના પોલીસ વડાએ અમદાવાદના નારોલ પોલીસ મથકના (Narol Police Station)પીઆઈ(Police Inspector)અને બે પીએસઆઇને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ(Suspend) કરવાનો આદેશ આપ્યો છે. જેમાં તાજેતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નારોલ વિસ્તારના પીપલજ કમોડ રોડ પર કરમણભાઈ ભરવાડના વાડામાં રેડ કરવામાં આવી હતી જ્યાંથી 74 લાખ થી વધુની રકમના લોખંડના સળિયા મળી આવ્યા હતા ..સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા તપાસ કરતા લોખંડના સળિયા ચોરીનો માલ હોવાનું સામે આવ્યું હતું. ગત 16 અને 17 માર્ચ ના નારોલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી 87.14 ટનના ચોરીના લોખંડના સળિયા મળી આવ્યા હતા જેની અંદાજિત કિંમત 74,06,900 થાય છે. લોખંડના સળિયા ઉપરાંત 40, 500 રૂપિયાના 7 મોબાઈલ, 21,15,000 રૂપિયાના 5 વાહન, 16,380 રોકડા મળી કુલ 95,78,780 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે હબિદ મિયાન હનીફ શેખ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી સ્થાનિક પોલીસને સોંપ્યા હતા અન્ય 4 આરોપી અસ્ફાક ઉર્ફે કેરોસીનવાલા, શોએબ ઉર્ફે ટકલો અમિરભાઈ શેખ, કાનો મારવાડી અને ઇકબાલ ઉર્ફે ઇકો ને પોલીસ શોધખોળ હાથ ધરી છે.

ચોરીના કેમિકલ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 2 આરોપીની ધરપકડ કરી

આ ઉપરાંત 16 અને 17 માર્ચના સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં ચોરીના સળિયા ઉપરાંત ચોરીનું કેમિકલનો પણ મોટા પ્રમાણમાં જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં નારોલ વિસ્તારમાં જ લાંભા એન.આઇ. ડી.સી. માં ખુલ્લી જગ્યા માંથી 27560 લીટર કેમિકલ જેની કિંમત રૂપિયા 7,65,120 તેમજ 16,35,000 કિંમતના 4 વાહન, 550 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ અને 5680 રૂપિયા રોકડ તેમજ ટેન્ક, કેરબા, બેરલ, પાઇપ, ઇલેક્ટ્રિક મોટર કબ્જે કરવામાં આવી હતી. જેની કિંમત 1,59, 000 મળી કુલ 25,70,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચોરીના કેમિકલ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 2 આરોપીની ધરપકડ કરી સ્થાનિક પોલીસને સોંપ્યા હતા. આ ઉપરાંત અસફાક ઉર્ફે કેરોસીન વાળો, શોએબ ઉર્ફે ટકલો, અને અલ્પેશ ભરવાડ સહિત અન્ય 5 અજાણ્યા શકશો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ બેડામાં પણ ફફડાટ

આ બંને કિસ્સામાં રાજ્યના પોલીસ વડાએ સ્થાનિક પોલીસ વિરૂદ્ધ લાલ આંખ કરી છે અને નારોલ પોલીસ મથકના પીઆઈ અને બે પીએસઆઇ સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. 75.6 લાખના સળીયા ચોરી અને 7.65 લાખના કેમિકલ ચોરીના કેસમાં હવે સ્થાનિક પોલીસ પર આકરા પગલાં લેવામાં આવતા પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ડીજીપીએ નારોલ પીઆઈ કે.એસ પટેલ, પીએસઆઈ એસ.સી.પરમાર અને પીએસઆઇ આર.આર.આંબલીયાને સસ્પેન્ડ કર્યા છે.

Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?
અમેરિકામાં 50 વર્ષના બોલિવુડ સ્ટારને લોકો ગુગલ પર કેમ સર્ચ કરી રહ્યા છે, જાણો ?
વિરાટ કોહલી નહીં, આ ખેલાડી છે રન ચેઝનો નવો માસ્ટર

આ પણ  વાંચો : ગુજરાતમાં કાળજાળ ગરમીમાંથી ક્યારે મળશે રાહત, હવામાન વિભાગે કરી આ આગાહી

આ પણ  વાંચો : Ahmedabad : ધૂળેટીની ઉજવણી સમયે ગોમતીપુરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, સીસીટીવીમાં કેદ થયેલા પથ્થરમારાના દ્રશ્યો

(Reporter : Harin Matravadiya ) 

 

Next Article