ગુજરાતના રમતવીરોઓ, જલેબી-ગાંઠિયા, ઢોકળા ખાનારની છાપ ભૂંસી નાખી: ભૂપેન્દ્ર પટેલ

|

Jun 17, 2022 | 3:59 PM

મુખ્યમંત્રીએ (Chief Minister) જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને વેગ આપવા સાંસદ ખેલ સ્પર્ધા શરૂ કરાવી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલો ખેલમહાકુંભ આજે રાષ્ટ્રિય સ્તરે ખેલો ઇન્ડિયા તરીકે પ્રસ્થાપિત થયો છે.

ગુજરાતના રમતવીરોઓ, જલેબી-ગાંઠિયા, ઢોકળા ખાનારની છાપ ભૂંસી નાખી: ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદમાં સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) ટ્રાન્સ્ટેડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) ઉપસ્થિતિમાં સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારની સાંસદ ખેલ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને (Players) પારિતોષિક આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રચનાત્મક પ્રયાસોને પરિણામે દેશના ખેલ-કૂદ ક્ષેત્રમાં ફળદાયી બદલાવ આવ્યા છે. સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, જલેબી-ગાંઠિયા અને ઢોકળા ખાનાર તરીકેની ગુજરાતીઓની છાપ ગુજરાતના રમતવીરોએ હવે ભૂંસી નાખી છે.

મુખ્યમંત્રીએ ખેલાડીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન સમારોહ યોજાયો હતો. અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટ સોલંકીના સંસદીય મતક્ષેત્રમાં આ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઉપસ્થિત રહી મુખ્યપ્રધાને ખેલ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધામાં 11 જેટલી વિવિધ રમતોમાં 500થી વધુ ખેલાડીઓ-સ્પર્ધકો સહભાગી થયા હતા. એટલું જ નહિ, દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ રમતોનું આયોજન આ સ્પર્ધા અંતર્ગત કરવામાં આવ્યું હતું. તેનું પ્રથમ ચરણ ગત 8 મેએ યોજાયું હતું અને આજે 17 જૂને શુક્રવારે દ્વિતીય ચરણમાં ફાયનલ ટૂર્નામેન્ટ સાથે તેની પૂર્ણાહુતિ થઇ હતી.

સાંસદ ખેલસ્પર્ધાની વિવિધ રમતોમાં હિસ્સો લઈને વિજેતા થનાર રમતવીરોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોત્સાહિત કર્યા હતા. ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમનો અનુભવ જણાવ્યો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને વેગ આપવા સાંસદ ખેલ સ્પર્ધા: CM

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને વેગ આપવા સાંસદ ખેલ સ્પર્ધા શરૂ કરાવી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલો ખેલમહાકુંભ આજે રાષ્ટ્રિય સ્તરે ખેલો ઇન્ડિયા તરીકે પ્રસ્થાપિત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રચનાત્મક પ્રયાસોને પરિણામે દેશના ખેલ-કૂદ ક્ષેત્રમાં ફળદાયી બદલાવો આવ્યા છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સાંસદ ખેલ સ્પર્ધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને વેગ આપવાના હેતુથી સાંસદ ખેલ સ્પર્ધા શરૂ કરાવી છે.

જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલો રમતના મેદાનમાંથી મળે છે: CM

મુખ્યમંત્રી જણાવ્યુ કે, યુવાનો મોબાઇલમાં વ્યસ્ત રહીને સમય બગાડે તેના બદલે આવી સ્પર્ધામાં ભાગ લઇ સ્વસ્થ રહી શકે, સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી શકે. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલો રમતના મેદાનમાંથી મળતા હોય છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, જલેબી-ગાંઠિયા અને ઢોકળા ખાનારા તરીકેની ગુજરાતીઓની છાપ ગુજરાતના રમતવીરોએ હવે ભૂંસી નાખી છે. ગત ઓલિમ્પિકમાં ગુજરાતની 6 મહિલા ખેલાડીઓએ ભાગ લઇ ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે.

આ પ્રસંગે અમદાવાદ (પશ્ચિમ) લોકસભા મત વિસ્તારના સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રમતવીરોને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે જેના પરિણામરૂપે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતવીરો શ્રેષ્ઠ પ્રદર્શન થકી દેશને મેડલ અપાવી ગુજરાત અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. સાંસદ ખેલ સ્પર્ધાનું બીજી વખત સફળતાપૂર્વક આયોજન થવા બદલ તેમણે ખેલાડીઓ, આયોજનમાં સહયોગી સ્ટાફ અને નાગરિકો સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર સહિત અમદાવાદ શહેરના ધારાસભ્યો, પદાધિકારીઓ તથા આગેવાનો અને રમતપ્રેમી લોકો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા

Next Article