Gujarat ના પેટ્રોલ પંપ ડીલરોએ નો-પરચેઝ આંદોલન કર્યુ, ડીઝલના માર્જિનમાં વધારો કરવાની માંગ

ગુજરાત(Gujarat) પેટ્રોલ પંપ ડીલર એસોસિએશના પ્રમુખે અરવિંદ ઠક્કરે જણાવ્યું કે 2017 મા માર્જિનમાં વધારો કરાયો હતો જે બાદ 2018માં 1.50 ની સામે 2.50 ટકા માર્જિન વધારવાની માંગ રજૂ કરાઈ હતી. જોકે તે માંગને રજૂ કરે 4 વર્ષ ઉપર વીતી ગયું. જેને લઈને સરકારમાં મુદ્દો પહોંચાડવા માટે ભારતના પેટ્રોલ પંપ ડિલર્સ એસોસિએશને આજ રોજનો પરચેઝની જાહેરાત કરી છે.

Gujarat ના પેટ્રોલ પંપ ડીલરોએ નો-પરચેઝ આંદોલન કર્યુ, ડીઝલના માર્જિનમાં વધારો કરવાની માંગ
Gujarat Petrol Pump Association Member Stage Protest
| Edited By: | Updated on: May 31, 2022 | 4:31 PM

ગુજરાતમાં(Gujarat)  પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનની જાહેરાત બાદ આજે નો- પરચેઝ આંદોલન (No Purchase Protest )  કરવામાં આવ્યું હતું. જેમા આજ રોજ કોઈ કંપનીઍ પેટ્રોલ ડીઝલની(Petrol Diesel ) ખરીદી કરી નહિ. તેમજ જોકે લોકોને હાલાકી ન પડે માટે સમગ્ર રાજ્યમા આગોતરું આયોજન કરી વેચાણ ચાલુ રાખ્યું હતું. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને એસોસિએશન સરકાર માં રજુઆત કરતું હતું જેમાં સરકારે લોકોની હાલાકી પર ધ્યાન આપી ભાવમાં ઘટાડો કરતા આંશિક રાહત મળી છે. ત્યાં બીજી તરફ ગુજરાત સહિત દેશભરના પેટ્રોલિયમ ડિલરોના માર્જિનમાં 2017 ના વર્ષથી વધારો કરવામાં નહીં આવતા તેના વિરોધમાં પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને દ્વારા 31મેના રોજ ‘નો પરચેઝ’ આંદોલન કરવામાં આવ્યું છે. 16 રાજ્યોના એસોસીએશને આપેલા એલાનમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસીએશનના પણ સભ્યો જોડાયા છે. સમગ્ર આંદોલનમાં ગ્રાહકોને તેનાથી કોઈ તકલીફ નહીં પડે અને પેટ્રોલ, ડીઝલ, સીએનજીનું વેચાણ ચાલુ રાખ્યુ જેના માટે પંપ ધારકોએ એડવાન્સ જથ્થો પણ મંગાવી લીધો હોવાનું નિવેદન પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે આપ્યું છે.

2018માં 1.50 ની સામે 2.50 ટકા માર્જિન વધારવાની માંગ રજૂ કરાઈ હતી

પેટ્રોલ પંપ ડીલર એસોસિએશના પ્રમુખે અરવિંદ ઠક્કરે જણાવ્યું કે 2017 મા માર્જિનમાં વધારો કરાયો હતો જે બાદ 2018માં 1.50 ની સામે 2.50 ટકા માર્જિન વધારવાની માંગ રજૂ કરાઈ હતી. જોકે તે માંગને રજૂ કરે 4 વર્ષ ઉપર વીતી ગયું. જેને લઈને સરકારમાં મુદ્દો પહોંચાડવા માટે ભારતના પેટ્રોલ પંપ ડિલર્સ એસોસિએશને આજ રોજનો પરચેઝની જાહેરાત કરી છે. તો ગુજરાતના પેટ્રોલિયમ ડિલરોએ OMCને જાણ કરી છે કે અન્ય રાજ્યો દ્વારા જાહેર કરાયેલાનો પરચેઝ આંદોલનમાં જોડાવાના છીએ.

આજે અમદાવાદના બારેજા પાસે આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ ટર્મિનલ ખાતે અમદાવાદના મોટા ભાગના પમ્પ સંચાલકો ભેગા થયા હતા અને ફરી એક વખત કંપનીના આગેવનોને પોતાની માંગ અને વાત રજુ કરી હતી.અરવિંદ ઠક્કરે TV9 સાથે વાત કરતા જણાવ્યુ કે હાલ આજની વાટાઘાટો સકારાત્મક રહી છે..પરંતુ જો તેનો અમલ જલદી કરવામા નહિ તો કોઇ પણ ભોગે તેઓ સરકારને પોતાની માંગ મન્જુર કરાવવા ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છે.

હવે મહત્વનુ ઍ રેહ્શે કે આજના નો પરચેઝ આંદોલન બાદ દેશભરના પેટ્રોલ ડિઝલના ડિલરૉની માંગ માનવામાં આવે છે કે પછી આગળના દિવસોમા પ્રજા હેરાન થાય તેવા કોઇ નિર્ણય પેટ્રોલ ડિઝલ એસોસિયેશન કરે છે.