GUJARAT : આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે

|

Jul 30, 2021 | 5:35 PM

ઉત્તર, ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ત્યારબાદ 2 અને 3 ઓગસ્ટે વરસાદનું જોર વધશે.

GUJARAT : રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર, ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ત્યારબાદ 2 અને 3 ઓગસ્ટે વરસાદનું જોર વધશે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ પણ 29 ટકા વરસાદની ઘટ છે. હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં અત્યાર સુધી વરસેલો વરસાદ ખેતી માટે સારો છે. નોંધનીય છેકે છેલ્લા એક અઠવાડિયાથી રાજયભરમાં વાદળછાયું વાતાવરણ છે. પરંતુ, કેટલાક વિસ્તારોમાં હજુ પણ જોઇએ તેવો વરસાદ થયો નથી. તેથી ધરતીપુત્રો સારા વરસાદની આશા સેવી રહ્યાં છે.

 

Next Video