Gujarat : રાજયમાં ફરી ચોમાસું સક્રિય, 11થી 13 જુલાઇ સુધી દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

|

Jul 10, 2021 | 5:34 PM

Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું આગામી 11 જુલાઇથી શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 11થી 13 જુલાઇ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું આગામી 11 જુલાઇથી શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 11થી 13 જુલાઇ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5 દિવસ રાજ્યમાં નોંધપાત્ર વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી છે.

હાલમાં ગુજરાત પર 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે. બીજીતરફ વલસાડમાં પણ સાર્વત્રિક વરસાદ થતાં હવે ગુજરાતમાં ફરીવાર ચોમાસુ સક્રિય થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

ઉતર અને મધ્ય ગુજરાતમા બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ મહિસાગર પંચમહાલ અને સૌરાષ્ટ્રમા ભાવનગર જૂનાગઢ અમરેલી રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારમા આગામી 3 કલાક એટલે કે રાત્રીના આઠ વાગ્યા સુધીમા વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

 

Next Video