Ahmedabad : એક સમય હતો જ્યારે વૈશ્વિક આતંકી સંસ્થા અલ-કાયદાનો વડો અને વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેન (Osama Bin Laden) ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના (FBI) મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની (Most Wanted Fugitive) યાદીમાં સામેલ હતો. જો કે આજે આ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં ટોપ 10માં એક ગુજરાતીનું (Gujarati in FBI Most Wanted list) નામ સામેલ છે. આ નામ છે 33 વર્ષના ભદ્રેશ પટેલનું (Bhadresh Patel), જે 2015થી ફરાર છે.
આ પણ વાંચો- Surat : માણસા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનાનો આરોપી સુરતથી ઝડપાયો, મે મહિનામાં કરી હતી લૂંટ
2015માં, ભદ્રેશ પટેલ તેની 21 વર્ષની પત્ની પલકની છરીના ઘા ઝીંકીને નિર્દયતા હત્યા કરી નાખી હતી. ત્યાર બાદથી ભદ્રેશ પટેલ આજદીન સુધી ફરાર છે. ત્યારથી એફબીઆઈના અધિકારીઓ ભદ્રેશ પટેલને સતત શોધી રહ્યા છે. 18 એપ્રિલ 2017ના રોજ USમાં એજન્સીના દસ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓમાં ભદ્રેશ પટેલનું નામ ઉમેરવામાં આવ્યુ હતું. ભદ્રેશ પટેલનું 514માં ભાગેડુ તરીકે FBIના લિસ્ટમાં નામ ઉમેરવામાં આવ્યુ હતુ.
ભદ્રેશ પટેલનો જન્મ 15 મે 1990ના રોજ ગુજરાતના વિરમગામના કાંતરોલીમાં થયો હતો. તેણે પલક પટેલ સાથે લગ્ન કર્યા હતા અને તે બંને યુ.એસ.માં ગેરકાયદેસર રીતે ગયા હતા. તે સમયે પલક 21 અને ભદ્રેશ પટેલ 24 વર્ષનો હતો.
હાલમાં કેસમાં નવો વળાંક આવ્યો છે અને નવા ખુલાસા થયા છે કે ભદ્રેશ પટેલને યુએસમાં રહેતા પંજાબી મૂળના દાણચોરે અમેરિકા ભાગી જવા માટે મદદ મળી હતી. આ જ સુત્રધારે કથિત દાણચોર ભરત પટેલ ઉર્ફે બોબીને અમેરિકામાં ગેરકાયદેસર રીતે ગુજરાતીઓની હેરફેર કરવામાં મદદ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભદ્રેશ પટેલે ગેરકાયદેસર રીતે કેનેડામાં પ્રવેશ કર્યો હતો, પહેલા બંને પતિ-પત્નીએ ઇક્વાડોરમાં તેના સંબંધીઓ પાસે આશ્રય લીધો હતો, જ્યાં તેના સંબંધીઓ અને મિત્રો રહે છે. જો કે હાલ ભદ્રેશ ક્યાં રહે છે તેની કોઇ જાણકારી નથી, કારણ કે તેણે અમદાવાદમાં રહેતા તેના માતા-પિતા સાથેના તમામ સંપર્ક પણ તોડી નાખ્યા છે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, “આ દંપતિ વિઝિટર વિઝા પર યુ.એસ. પહોંચતા પહેલા થોડા સમય માટે ઇક્વાડોરમાં રહેતા હતા. તેઓ એક સંતાઈને રહેતા હતા અને ત્યાં કામ કરતા હતા. તેમના વિઝાની મુદત માર્ચ 2015માં સમાપ્ત થઈ હતી, પરંતુ તેઓ ગેરકાયદેસર રીતે યુએસમાં રહ્યા હતા, એક સૂત્રએ જણાવ્યું હતું કે અમેરિકામાં તેમના ગેરકાયદેસર રોકાણના કારણે પતિ-પત્નીના સંબંધોમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. વિવિધ પોલીસ વિભાગો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પલક ભારત પરત ફરવા માગતી હતી, જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થયા હતા. જે પછી એક દિવસ કામના સ્થળે જ બંને વચ્ચે તકરાર થઇ હતી અને પલકનો મૃતદેહ મળી આવ્યો હતો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:02 pm, Wed, 31 May 23