Gujarat : 24 કલાકમાં રાજ્યમાં નવા 18 કેસ નોંધાયા, મૃત્યુઆંક શુન્ય નોંધાયો

|

Sep 08, 2021 | 7:39 AM

રાજ્યમાં સતત કોરોના કેસ ઘટી રહ્યા હતા. જેમાં આંશિક વધારો જોવા મળ્યો હતો. પરંતુ રાજ્યમાં ફરી કેસ ઘટવા લાગ્યા છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 18 કેસ નોંધાયા છે.

રાજયમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં સતત કોરોના કેસ ઘટી રહ્યા હતા. જેમાં આંશિક વધારો જોવા મળ્યો હતો. પરંતુ રાજ્યમાં ફરી કેસ ઘટવા લાગ્યા છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 18 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. સૌથી વધુ અમદાવાદમાં 7 કેસ નોંધાયા. તો સુરતમાં 3 કેસ નવા સામે આવ્યા છે. વડોદરામાં નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ કચ્છ અને નવસારીમાં 2-2 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ગાંધીનગર અને તાપી જિલ્લામાં 1-1 કેસ સામે આવ્યા છે. રાજ્યના કુલ 26 જિલ્લા અને 4 મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 149 થઈ છે.જ્યારે રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા 6 થઇ.

રાજયમાં રસીકરણની સ્થિતિ

રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 5 લાખ 58 હજાર 054 લોકોનું રસીકરણ કરાયું.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 39 હજાર 985 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે સુરતમાં 39 હજાર 023 લોકોએ રસી મુકાવી.આ તરફ વડોદરામાં 11 હજાર 452 અને રાજકોટમાં 9 હજાર 920 લોકોએ રસીકરણ કરાવ્યું.રાજ્યમાં કુલ 5 કરોડ 02 લાખથી વધુનું રસીકરણ પૂર્ણ થયું છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

દેશમાં નોંધાતા દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે. એક દિવસમાં કોરોનાના 38 હજાર 130 કેસ નોંધાયા છે. જ્યારે 368 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી દેશમાં 4.41 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. એક દિવસમાં 39 હજાર 90 લોકો સાજા થયા છે. દેશમાં હજુ પણ 3.85 લાખથી વધુ કેસ સક્રિય છે..દેશમાં કેરળની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે અહીં છેલ્લા 24 કલાકમાં 25 હજાર 772 કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસમાં 189 લોકોનાં મોત થયા છે.

Next Video