AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટે ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના ધારાસભ્ય છોટુ વસાવાની SOU ઇકો સેન્સેટીવ ઝોન વિરુદ્ધની અરજી ફગાવી છે. MLA છોટુ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકો સેન્સેટીવ ઝોન વિરુદ્ધ હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરી હતી. છોટુ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકો સેન્સેટીવ ઝોનમાં શૂલપાણેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને લઇને અરજી કરી હતી.જો કે ગુજરાત હાઈકોર્ટે MLA છોટુ વસાવાની આ અરજી ફગાવી દીધી છે.
હાઈકોર્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકો સેન્સેટીવ ઝોન વિરુદ્ધ કરવામાં આવેલી આ અરજી ફગાવતા અવલોકન કર્યું હતું કે આ અરજી કોઈ શુદ્ધ હેતુથી કરવામાં નથી આવી. હાઈકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકો સેન્સેટીવ ઝોન 2016માં જાહેર કરવામાં આવ્યો, તો 2021માં અરજી કરવાનો હેતુ શું ? હાઈકોર્ટના આ પ્રશ્નનો યોગ્ય જવાબ ન મળતા આખરે હાઈકોર્ટે MLA છોટુ વસાવાની આ અરજી ફગાવી છે.
આ અરજીની સુનવણીમાં ઇકો સેન્સિટિવ ઝોનમાં ખેતીવાડીને કોઈ અસર નહીં થાય તેવું ગુજરાત સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું.
ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના ધારાસભ્ય છોટુ વસાવા અનેકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરી ચુક્યા છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરતા કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ દિલ્હીમાં બનાવો અને કેવડિયામાં આદિવાસી નેતા બિરસા મૂંડાની પ્રતિમા મુકો.છોટુ વસાવાએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ તો દેશના નેતા હતાં. તેમનું સ્ટેચ્યુ દિલ્હીમાં બનાવો, અને કેવડિયા કોલોનીમાં આદિવાસી નેતા બિરસા મૂંડાની પ્રતિમા બનાવો, કારણ કે આ ટ્રાયબલ એરિયા છે.
આ પણ વાંચો : SURAT : પુણા હનીટ્રેપ કેસમાં બે આરોપીઓની ધરપકડ, કુલ 9 આરોપીઓની સંડોવણી સામે આવી