ગુજરાત હાઇકોર્ટના વધુ એક સિનિયર જજની ગૌહાટી કોર્ટના (Gauhati High Court) મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ રશ્મિન મનહર મનહર ભાઈ છાયાની ગુવાહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી. થોડા દિવસ પહેલાં જ ગુજરાત હાઇકોર્ટના(Gujarat Highcourt) સિનિયર જજ તરીકે જસ્ટિસ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના(Supreme Court) જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. તે બાદ હવે વધુ એક ગુજરાત હાઈકોર્ટના જજ અન્ય કોર્ટમાં પોતાની સેવા આપશે.
ગુજરાત હાઇકોર્ટે વર્તમાન સિનિયર મોસ્ટ જજ જસ્ટિસ આર.એમ. છાયાને (RM Chhaya) ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી આપવાની ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા કરવામાં આવી હતી અને હવે તેમને ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે વરણી કરવામા આવી છે.
આર.એમ.છાયા વર્ષ 2011માં ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે જોડાયા હતા. જસ્ટિસ છાયાએ એમ.એસ. યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ એલ.એ.શાહ કોલેજમાંથી L.L.B.કર્યું હતું.બાદમાં વર્ષ 1984માં વકીલાતનો પ્રારંભ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) રાજ્ય સરકાર તરફથી આસિસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લિડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. તેઓ અમદાવાદ ઉપરાંત રાજકોટ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ (Advocate) રહી ચુક્યા છે.
ગુજરાત હાઇકોર્ટમાં કુલ 52 જજની સ્ટ્રેથ સામે જજની સંખ્યા 33 થઈ હતી. જેમાંથી 1 સિનિયર જજ બી.એન કારીયા રિટાયર્ડ થયા છે. ઉપરાંત જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રિમ કોર્ટમાં નિમણુંક થવાથી ગુજરાત હાઇકોર્ટમાં કુલ જજની સંખ્યા 31 થવા પામી છે.તમને જણાવી દઈએ કે, ગુજરાત હાઇકોર્ટમાં નવા ત્રણ જજોની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટે ત્રણ વકીલોના નામની ભલામણ કરી છે. ગુજરાત હાઇકોર્ટના જજો દ્વારા ભલામણ કરાયેલા નામને સુપ્રીમ કોર્ટના જજોએ પણ માન્ય રાખ્યા છે અને મંજૂરી માટે આ નામો રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ આગામી દિવસોમાં આ નામો પર મંજૂરીની મહોર મારે તેવી શક્યતા છે.
Published On - 9:19 am, Mon, 20 June 22