GUJARAT : આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી નહિવત્, 5 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે

રાજયને સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે, કારણે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી નહીવત્ છે. જોકે 3, 4 અને પાંચ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે.

GUJARAT : આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી નહિવત્, 5 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે
Gujarat monsoon Forecast
| Edited By: | Updated on: Aug 01, 2021 | 5:51 PM

GUJARAT : રાજયને સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે, કારણે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી નહીવત્ છે. જોકે 3, 4 અને પાંચ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. મહત્વનું છે કે, અત્યાર સુધી ગુજરાતમાં 35 ટકા વરસાદની ઘટ વર્તાઇ રહી છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં સરેરાશ 6.92 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે અત્યાર સુધી સિઝનનો 35.48 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં 18 તાલુકામાં માત્ર 50 ટકાથી વધુ વરસાદ પડયો છે. ભાવનગર જિલ્લામાં 10 ટકા વરસાદ ઓછો નોંધાયો છે. ભાવનગરમાં કુલ વરસાદના 45.03 ટકા વરસાદ વરસ્યો છે.