AHMEDABAD : લવ જેહાદ વિરુદ્ધના કાયદાની કલમ-5 પરની રોક હટાવવા હાઈકોર્ટમાં રજૂઆત

|

Aug 25, 2021 | 5:19 PM

ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.

AHEMDABAD : ગુજરાત હાઈકોર્ટે થોડા દિવસ પહેલા જ લવ જેહાદ વિરુદ્ધના કાયદા “ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદા” ની અમુક કલમો પર રોક લગાવી હતી. આજે 25 ઓગષ્ટે ફરી વાર આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સરકાર વતીથી એડ્વોકેટ જનરલે લવ જેહાદ વિરોધી કાયદાની કલમ-5 પરનો મનાઇ હૂકમ હટાવવા અંગે હાઇકોર્ટમાં રજૂઆત કરી.એડ્વોકેટ જનરલે દલીલ કરી કે કલમ-5ને લગ્ન સાથે કોઇ લેવા દેવા નથી અને સેક્શન-5માં લગ્ન બાબતો પણ કોઇ ઉલ્લેખ નથી.જોકે આ દલીલ બાદ હાઇકોર્ટે કલમ-5 અંગે એડ્વોકેટ જનરલને કેટલા સવાલો પૂછ્યા.આ તમામ સવાલોના એડ્વોકેટ જનરલે હાઇકોર્ટ સમક્ષ જવાબો આપ્યા.હવે આવતીકાલે 26 ઓગષ્ટે હાઇકોર્ટમાં લવ જેહાદના કાયદાની કલમ-5 મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે લવ જેહાદના કાયદાની અમુક જોગવાઇની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન છે. હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે, બળજબરી દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય FIR થઈ શકશે નહીં.

આ પણ વાંચો : AHMEDABAD : GTUમાં ભારતીય વેદ, પુરાણો અને ઉપનિષદના 12 અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યાં, કોઇપણ વ્યક્તિ લઇ શકે છે પ્રવેશ

આ પણ વાંચો : ધો 6થી 8ના વર્ગો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે, ટુંક સમયમાં અન્ય વર્ગો પણ શરૂ થશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

Next Video