ગુજરાતમાં લોકશાહીના ઉત્સવ સમી વિધાનસભાની ચૂંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે ચૂંટણી માટે સૌથી જરૂરી એવા EVM (ઇલેકટ્રોનિક વોટિંગ મશીન) મશીનની ફાળણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે અમદાવાદના મોટેરા ખાતે EVM વેર હાઉસ બનાવવામાં આવ્યું છે. EVM ડિસ્ટ્રીબ્યુશનની કામગીરીમાં પોલીસ કર્મચારી સાથે 600 કરતા વધુ લોકો કામે લગાવવામાં આવ્યા છે. સતત પાંચ દિવસથી ચાલી રહેલા આ કામગીરી આજે પૂર્ણ થાય તેવી શકયતા છે. ત્યારે આ કામગીરીમાં જોતરાયેલા કર્મચારીઓને અગવડ ન પડે માટે વેર હાઉસ ખાતે વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ છે.
છેલ્લા બે દિવસમાં 6030 CU મશીન જ્યારે 4360 BU મશીન ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાનું રેન્ડેમાઇઝેશન પૂર્ણ કરી ડિસ્ટ્રીબ્યુશન કરાઈ રહ્યું છે. વેર હાઉસથી વિધાનસભા સ્ટ્રોંગ રૂમ ઉપર મશીન લઈ જવાઇ રહ્યા છે. હવે ઉમેદવારના નામ જાહેર થઈ રહ્યાં છે ત્યારે સ્ટ્રોંગ રૂમ પર બીજા તબક્કાનું રેન્ડેમાઇઝેશન થશે. બાદમાં મતદાન પહેલા સોફ્ટવેર આધારે મશીનની બુથ પર ફાળવણી થશે.
અમદાવાદની 21 વિધાનસભા માટે EVM મશીન ડિસ્ટ્રીબ્યુશનની કામગરી શરૂ કરી દેવામાં આવી છે. બે દિવસમાં 6030 CU (Copper bar punching machine) મશીન જ્યારે 4360 BU મશીન ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે આ ફાળવણીમાં કોઇ ચૂક ન રહે તે માટે વિડિયોગ્રાફી સાથે અને પારદર્શિતા સાથે કામગીરી હાથધ રવામાં આવી છે. CU અને BU મશીન ડિસ્ટ્રીબ્યુટી કર્યા બાદ VVPAT મશીન ડિસ્ટ્રીબ્યુટ કરાશે.
વેર હાઉસ ખાતે 7 ટેબલ પર એસેમ્બલી પ્રમાણે વ્યવસ્થા કરી કામગીરી કરાઈ રહી છે. પ્રથમ તબક્કાનું રેન્ડેમાઇઝેશન પૂર્ણ કરી ડિસ્ટ્રીબ્યુશન કરાઈ રહ્યું છે. વેર હાઉસથી વિધાનસભાના સ્ટ્રોંગ રૂમ પર મશીનો મોકલવામાં આવી રહ્લયા છે. ત્યારે સત્વરે ઇવીએમ ફાળવણીની આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
જો કોઈ મશીન બગડે તો તેને રિપ્લેશ કરવા આ વખતે 63 ટકા લેખે BU અને CU મશીન રિઝર્વ રખાયા છે. જ્યારે 68 ટકા લેખે vvpt મશીન રિઝર્વ રખાયા છે. 21 વિધાનસભાના કુલ 5599 બુથને લઈને પ્રક્રિયા ચાલી રહી છે. 21 વિધાનસભામાં સૌથી વધુ દસક્રોઈમાં 413 બુથ છે.
સાબરકાંઠામાં 4 વિધાનસભા બેઠક માટે ઇવીએમની ફાળવણી શરૂ કરવામાં આવી છે સાબરકાંઠના હિંમતનગરમાં ડેડીકેટેડ વેર હાઉસ ફોર સ્ટોરેજ ઓફ EVM થી VVPETથી ફાળવણી કરવામાં આવી છે અને 4 વિધાનસભા બેઠક માટે કુલ 4880 EVMની ફાળવણી થશે. આ ફાળવણી નોડલ અધિકારીઓની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી જેમાં પોલીસ, અધિકારીઓ અને ચૂંટણી માટે નિમણૂક કરવામાં આવેલા કર્મચારીઓ જોડાયા હતા.