Gujarat : વરસાદ ખેંચાતા સિંચાઇ સહિત પીવાના પાણીની સમસ્યા, ખેતીના પાકને નુકસાનની ભીતિ

| Edited By: | Updated on: Aug 30, 2021 | 1:20 PM

રાજ્યમાં વરસાદ ખેંચાતા અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પરંતુ જો વરસાદ હજુ પણ ખેંચાશે તો રાજ્યનું ચિત્ર વધુ બિહામણું સાબિત થશે.

Gujarat : રાજ્યમાં વરસાદ ખેંચાતા અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પરંતુ જો વરસાદ હજુ પણ ખેંચાશે તો રાજ્યનું ચિત્ર વધુ બિહામણું સાબિત થશે.

કારણ કે રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. રાજ્યમાં માંડ 42 ટકા જેટલો વરસાદ થયો છે. હવે ચોમાસામાં બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે. નહીંતર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગશે.

હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી. બીજી બાજુ ડેમોમાં પાણી ઓછું હોવાના કારણે ખેતીના પાકને પણ ભારે નુક્સાન થવાની ભીતિ છે.

ગુજરાતમાં એવરેજ વરસાદની સરખામણીએ હજુ 58 ટકા વરસાદની ઘટ છે. છેલ્લા ઘણા વર્ષોથી વરસાદની આવી સ્થિતિ નથી સર્જાઈ કે ઓગસ્ટ મહિનામાં આટલો ઓછો વરસાદ પડ્યો હોય. આ વખતે ઓગસ્ટના 28 દિવસમાં માત્ર ૨ ઈંચ જ વરસાદ વરસ્યો છે જેની સામે ગત વર્ષે 22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

વર્ષ-2019માં પણ 17.29 ઈંચ જેટલો વરસાદ માત્ર ઓગસ્ટ માસમાં જ વરસ્યો હતો. આમ છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે ઓગસ્ટ માસનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

 

આ પણ વાંચો : Ahmedabad : Irctc નો મુસાફરોને આકર્ષવાનો નવતર પ્રયોગ, ચાલુ તેજસ ટ્રેનમાં શરૂ કર્યું બર્થ ડે સેલિબ્રેશન, તો લકી ડ્રો મારફતે મુસાફરને ગિફ્ટ અપાશે

Published on: Aug 30, 2021 12:37 PM