Ahmedabad: વિવાદીત નિવેદન બાદ ઝૂક્યા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, નરેશ પટેલના સમર્થકોની માગી માફી

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કદીર પીરજાદાએ લઘુમતી સેલના સદભાવના સંમેલનમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક અને નરેશ પટેલ પાછળ કોંગ્રેસ ભાગે છે. કોંગ્રેસની સરકાર(Congress govt)  બને છે તેમાં મુસ્લિમોનો મોટો ફાળો હોય છે.

Ahmedabad: વિવાદીત નિવેદન બાદ ઝૂક્યા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, નરેશ પટેલના સમર્થકોની માગી માફી
Gujarat Congress working chief Kadir Pirzada
| Edited By: | Updated on: Jul 23, 2022 | 7:59 AM

વિવાદીત નિવેદન મુદ્દે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કદીર પીરજાદાએ(Kadir pirzada)  નરેશ પટેલના સમર્થકોની માફી માગી છે. તેમણે કહ્યું કે, નરેશ પટેલના (naresh patel) સમર્થકોની લાગણી દુભાઈ હોય તો તેના માટે દિલગીરી વ્યક્ત કરું છું. જો કે, તેણે એવું પણ કહ્યું કે, મારા નિવેદનને ખોટી રીતે લેવાયું છે. મારું નિવેદન પટેલ સમાજ (patidar samaj) વિરૂદ્ધ ન હતુ. મહત્વનું છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કદીર પીરજાદાએ લઘુમતી સેલના સદભાવના સંમેલનમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક અને નરેશ પટેલ પાછળ કોંગ્રેસ ભાગે છે. કોંગ્રેસની સરકાર(Congress govt)  બને છે તેમાં મુસ્લિમોનો મોટો ફાળો હોય છે.

વિવાદીત નિવેદન મુદ્દે  પાટીદાર સમાજ આકરા પાણીએ

કદીર પીરજાદાએ નરેશ પટેલને લઇને જે નિવેદન કર્યું હતુ તેને લઇને પાટીદાર સમાજમાં ખુબ જ દુઃખ અને આક્રોષની લાગણી ઉભી થઇ હતી.તેમના આ નિવેદન બાદ વિવાદ છેડાયો હતો. પાટીદાર આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણિયાએ (Dinesh Bambhnaiya) આ મુદ્દે ચીમકી ઉચ્ચારી હતી.દિનેશ બાંભણિયાએ કહ્યું, કોંગ્રેસ પ્રમુખને વિનંતી કરું છું કે, જવાબદાર હોવાના નાતે કોઇપણ સમાજ વિશે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. આ વિવાદીન નિવેદન બાદ માફી માંગવામાં આવે અને કોંગ્રેસ પક્ષ (Congress) પોતાનો ખુલાસો કરે, વિનંતીની સાથે તેમણે ચેતવણી પણ આપી હતી. જો ટુંક સમયમાં માફી નહીં માગવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસ હોદ્દેદારોનો વિરોધ કરીશું.