Ahmedabad માં એક જ સ્થળે 65,000 વૃક્ષો વાવી સ્મૃતિ વન ઉભું કરાશે, સીએમ રૂપાણીના હસ્તે વૃક્ષારોપણથી શરૂઆત

|

Aug 08, 2021 | 4:36 PM

ગોતા-ઓગણજ રોડ પર આવેલા ટીપી 61 વિસ્તારમાં જાપાનની ‘મિયાવાકી’પધ્ધતિથી 65,000 જેટલા વૃક્ષો વાવી અને મીની જંગલ ઉભું કરવામાં આવશે. જેમાં 15,000 વૃક્ષો એક જ દિવસમાં વાવવામાં આવશે.

અમદાવાદ (Ahmedabad) શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા પ્લોટ તેમજ રિવરફ્રન્ટમાં વૃક્ષો વાવી 16 ટકા વિસ્તારને ગ્રીન કવર(Green Cover) માં આવરી લેવાના પ્રયાસ રૂપે રવિવારથી મુખ્ય પ્રધાનના હસ્તે વૃક્ષારોપણની શરૂઆત કરાઈ છે. ગોતા-ઓગણજ રોડ પર આવેલા ટીપી 61 વિસ્તારમાં જાપાનની ‘મિયાવાકી’પધ્ધતિથી 65,000 જેટલા વૃક્ષો વાવી અને મીની જંગલ ઉભું કરવામાં આવશે. જેમાં 15,000 વૃક્ષો એક જ દિવસમાં વાવવામાં આવશે. બાકીના વૃક્ષો એક મહિનામાં ઉગાડવામાં આવશે.  900 મીટરનો વોક વે હશે. ઉપરાંત સિનિયર સિટિઝન માટે વનકુટિર પણ બનાવવામાં આવશે. 36,343 સ્કવેર મીટર જગ્યામાં થીમ આધારિત સ્મૃતિ વન બનાવવામાં આવશે. જેનું  રવિવારે  મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વૃક્ષારોપણ કરી ઉદ્ઘાટન કર્યું છે.

શહેરમાં કુદરતી ઇમારતો ઓછી થઈ રહી છે જેની સામે સિમેન્ટની ઇમારતો વધી રહી છે. જે શહેરમાં ઓક્સિજનની અછત તો ઉભી જ કરી રહ્યું છે સાથે જ પ્રકૃતિને પણ નુકશાન કરી રહ્યું છે. જેના કારણે કલાઈમેટ  માં પણ બદલાવ આવતો હોવાનું મનાય રહ્યું છે. ત્યારે આ તમામ પરિસ્થિતિ ને પહોંચી વળવા અને શહેરમાં ગ્રીનકવર વધારવા એએમસી  અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે એક અભિયાન શરૂ કર્યું. જેમાં ગાંધીનગર લોકસભા ને હરિયાળું લોકસભા બનાવવાનો નિર્ણય કરાયો છે. જે નિર્ણયને અંતર્ગત  રવિવારે  ગોતા વોર્ડમાં એક વૃક્ષારોપણ કાર્યક્રમ રખાયો.

જ્યાં મુખ્યમંત્રીએ મિશન મિલિયન ટ્રી અંતર્ગત અભિયાન શરૂ કર્યાનું જણાવી શહેરમાં 10 લાખ વૃક્ષ વાવવાનું નક્કી કર્યાનું જણાવ્યું. સાથે જ રાજ્યમાં 10 કરોડ વૃક્ષ વાવવાની પણ જાહેરાત કરી. જેથી શહેર સાથે રાજ્યમાં ગ્રીન કવર વધારી શકાય.

મુખ્યમંત્રીના હસ્તે રવિવારે ગોતામાં વૃક્ષારોપણની શરૂઆત કરી હતી. વૃક્ષોમાં ચંદન, સિંદુર, સિરિસ, ઉમરો, રક્તચંદન જેવા 77 પ્રકારના અલગ અલગ વૃક્ષો વાવવામાં આવશે. જ્યાં 900 મીટરનો વોક વે હશે. બાળકો માટે રમતગમત અને કસરતના સાધનો ઉપરાંત સિનિયર સિટિઝન માટે વનકુટિર પણ બનાવવામાં આવશે.

મહત્વનું છે કે આ પહેલા ઉક્તિ પાર્ક. રિવર ફ્રન્ટ. સિન્ધુભવન રોડ પર જંગલ થીમ બનાવવામાં આવી છે. તો મળતી માહિતી પ્રમાણે શહેરમાં 40 ઉપર નાના મોટા પ્લોટમાં મિયાવાકી પદ્ધતિ થી વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેથી શહેરમાં ગ્રીન કવર વધુ અને ઝડપી વધારી શકાય. અને શહેરમાં જે સિમેન્ટની ઇમારતો ઉભી થઇ છે તેની સામે કુદરતી ઇમારતો ઉભી કરી શહેરમાં ઓક્સિજન સપ્લાય સમાન વૃક્ષો વાવી શહેરને કુદરતી સૌંદર્યું પૂરું પાડી શકાય.

આ પણ વાંચો : ફક્ત ઉત્તરાખંડના ઊંચા પહાડો પર ખીલતું બ્રહ્મા કમલ ફૂલ તેલંગણામાં ખીલતા લોકો આશ્ચર્યચકિત

આ પણ વાંચો : Cricket: શ્રીલંકા પ્રવાસ દરમ્યાન કોરોનાની ઝપેટમાં આવેલા કૃણાલ પંડ્યા સહિતના ત્રણેય ખેલાડી ભારત પહોંચ્યા

Published On - 4:20 pm, Sun, 8 August 21

Next Video