ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)હસ્તે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદમાં આકાર પામી રહેલા ઉમિયા ધામનું(Umiya Dham)શનિવારે ભૂમિપૂજન કરવામાં આવશે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ(Ahmedabad)ખાતે મા ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે. 74 હજાર ચોરસવાર જગ્યામાં રૂપિયા 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ આકાર પામી રહ્યો છે.
અમદાવાદમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિ ગૃહ જેવા વિવિધ વિભાગોનું ઉમિયાધામ ખાતે નિર્માણ થઇ રહ્યું છે. જેમાં જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક તૈયારી માટે ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલનું નવિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે.
આ પ્રોજેક્ટમાં કુલ 13 માળની ઈમારતમાં 400થી વધુ રૂમમાં 1200થી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થિની રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલ સાથે વર્કિંગ ભાઇ-બહેનો માટે હોસ્ટેલનું નિર્માણ થશે. તેમજ અત્યાધુનિક પાર્ટી પ્લોટનું પણ નિર્માણ કરાશે. શનિવારે યોજાનારા ભૂમિપૂજનમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત નીતિન પટેલ, કેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આ મંદિરનો પ્રોજેક્ટ 5 વર્ષમાં પૂર્ણ કરાશે.મંદિરમાં 800 લોકો એકસાથે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાશે. મંદિર સિવાય 1200 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલ બનાવવામાં આવશે. જેની અંદર ભોજન શાળા પણ હશે.. મંદિર પાસે 50 રૂમનું ગેસ્ટહાઉસ બનાવાશે.1 હજાર કાર પાર્ક થાય તેવું પાર્કિંગ બનશે..
આ કાયર્ક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો અભિવાદન સમારોહ યોજાશે. જેમાં 43 સંસ્થાઓ ભુપેન્દ્ર પટેલનું સન્માન કરશે.
આ પણ વાંચો : દેવ દિવાળીએ વિરમગામ શહેરનું ઐતિહાસિક મુનસર તળાવ 1111 દિવડાઓથી ઝળહળી ઉઠ્યું
આ પણ વાંચો : ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગિફ્ટ સિટીની લેશે મુલાકાત
Published On - 8:21 am, Sat, 20 November 21