ગુજરાત ATSએ 8 કિલો હેરોઈન સાથે દિલ્હીથી ઝડપેલા અફઘાનિસ્તાની નાગરિકની અમદાવાદ લાવી શરૂ કરી તપાસ

|

Nov 11, 2022 | 6:35 PM

Crime News: ગુજરાત ATSએ દિલ્હીથી 8 કિલો હેરોઈન સાથે એક અફઘાનિસ્તાનના નાગરિકને ઝડપી પાડ્યો છે. ગુજરાત ATS બાતમીને આધારે આ કાર્યવાહી છે. જેમા ગત મહિને ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કર્યુ હતુ જેમાં 350 કરોડની કિંમતનો 50 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાત ATSએ 8 કિલો હેરોઈન સાથે દિલ્હીથી ઝડપેલા અફઘાનિસ્તાની નાગરિકની અમદાવાદ લાવી શરૂ કરી તપાસ
અફઘાની નાગરિક ઝડપાયો

Follow us on

ગુજરાત ATSએ ડ્રગ્સ નેટવર્કમાં દિલ્હીથી અફઘાનિસ્તાન નાગરિકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 8 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે જખૌ બંદરથી પાકિસ્તાન બોટમાંથી 350 કરોડના 50 કિલો હેરોઇન ઝડપીને 6 પાકિસ્તાન નાગરિકની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સ નેટવર્કનો રિસિવર હોવાનું ખૂલ્યુ છે. ગુજરાત ATSએ દિલ્હીમાં મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે.  8 કિલો હેરોઈન સાથે એક અફઘાનિસ્તાનના નાગરિકની નવી દિલ્હી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ હેરોઈનની કિંમત અંદાજે 40 કરોડ રૂપિયા છે. અમન નામના અફઘાનિસ્તાની નાગરિકેે ઓક્ટોબર મહિનામાં 50 કિલો હેરોઈન પાકિસ્તાનથી મગાવ્યુ હતુ. જે તે  સમયે ગુજરાત ATSએ છ પાકિસ્તાની સાથે દરિયામાંથી બોટ પકડી 50 કિલો હેરોઇન કબ્જે કર્યું હતુ.

ગુજરાત ATSએ અફઘાન નાગરિક હકમતુલ્લાહ ઉર્ફે અમનની ધરપકડ કરી  છે. જે ડ્ર્ગ્સનો રિસિવર છે. ગયા મહિને ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુકત ઓપરેશન દ્વારા જખૌ બંદરથી 55 નોટિકલ માઈલ દૂરથી પાકિસ્તાની બોટમાંથી 350 કરોડનું 50 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ડ્રગ્સનું કન્સાઈમેન્ટ અફઘાન નાગરિક હકમતુલ્લાહનુ હતુ. આ રિસિવરની તપાસ કરી રહેલી એટીએસને બાતમી મળી હતી કે આરોપી દિલ્હીમા છુપાયો છે. જેથી ગુજરાત એટીએસ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ દિલ્હીના લાજપતનગરથી ઝડપી લીધો છે. તપાસ દરમ્યાન તેની કારમાંથી 8 કિલો હેરોઈન પણ મળી આવ્યુ છે. જેની કિંમત 40 કરોડ આસપાસ છે.

અફઘાનિસ્તાની નાગરિક હકમતુલ્લાહ ચાર વર્ષ અગાઉ ટુરીસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને દિલ્હીમાં વસવાટ કરતો હતો એટીએસની તપાસમાં પાકિસ્તાનમાં રહેતા મોહમ્મદ કાદર કે જે બલોચીસ્તાનનો ડ્રગ્સ માફિયા છે તે ડ્રગ્સ માફિયા પાકિસ્તાનના કરાચી બંદરેથી અલ – સાકર નામની પાકિસ્તાની બોટમાં હેરોઈનનો જથ્થો મોકલ્યો હતો. જેમાં આરોપી હકમતુલ્લાહ રિસિવર હતો. ડ્રગ્સ નેટવર્કમાં એટીએસએ 6 પાકિસ્તાની અને એક ડ્ગ્સ રિસિવર અફઘાની નાગરિકને પકડીને મોટી સફળતા મેળવી છે. પાકિસ્તાનથી ડ્રગ્સ ભારતમા ઘુસાડવાના નેટવર્કમાં અન્ય ડ્રગ્સ માફીયાની સંડોવણીને લઈને એટીએસએ આરોપીને દિલ્હીથી અમદાવાદ લાવીને વધુ તપાસ શરૂ કરી છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

હાલ ગુજરાત એટીએસએ અફઘાનિસ્તાની નાગરિકને પકડી આ હેરોઈન ક્યાંથી આવ્યુ તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં તેને આ હેરોઈન કોની પાસેથી મેળવ્યુ તેમજ તે કોના માટે કામ કરી રહ્યો છે. આ હેરોઈનને ક્યાં લઈ જવાનું હતુ તે તમામ દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.

Next Article