Gujarat Assembly Election 2022 : ભાજપ-કોંગ્રેસમાં જામ્યું હોર્ડિંગ્સ વોર, ભાજપની ‘ડબલ એન્જીન સરકાર’ સામે ‘કોંગ્રેસનું કામ બોલે છે’ અભિયાન

|

Aug 31, 2022 | 6:22 PM

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસે હોર્ડિંગ્સનો સહારો લીધો છે. જેમાં ભાજપનાડબલ એન્જીન સરકાર', સપના સાકાર.. અભિયાન સામે 'કોંગ્રેસનું કામ બોલે છે' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Gujarat Assembly Election 2022 : ભાજપ-કોંગ્રેસમાં જામ્યું હોર્ડિંગ્સ વોર, ભાજપની ડબલ એન્જીન સરકાર સામે કોંગ્રેસનું કામ બોલે છે અભિયાન
Gujarat Bjp Congress Hoarding War

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022 )પૂર્વે ભાજપ-કોંગ્રેસે હોર્ડિંગ્સનો સહારો લીધો છે. જેમાં ભાજપના(BJP)‘ડબલ એન્જીન સરકાર’, સપના સાકાર.. અભિયાન સામે ‘કોંગ્રેસનું (Congress)કામ બોલે છે’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ સહિતના શહેરોમાં બંને રાજકીય પાર્ટીઓના કેમ્પઈનના હોર્ડિંગ્સ ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે. જેમાં ’20 વર્ષનો વિકાસ’ બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ ‘ડબલ એન્જીન સરકાર’ સપના સરકાર ના સ્લોગન હેઠળ કેંપેઇન શરૂ કર્યું છે.. ગુજરાતમાં ભાજપનું 27 વર્ષનું સાશન અને 2014 માં કેન્દ્ર માં ભાજપ સરકાર બન્યા બાદ બંને સરકારના પ્રયત્નો થકી ગુજરાતને થયેલ લાભ કેમ્પેઇન રજૂ કરાયા છે. કેન્દ્ર સરકારની મુદ્રા યોજનાથી નાના ઉદ્યોગોને આર્થિક મદદ, આવાસ યોજનાથી લાખો પરિવારોને ઘરનું ઘર, આયુષ્યમાન ભારત યોજના થકી રાજ્યના લાખો નાગરિકોને આરોગ્ય કવચ સહિતની યોજનાઓનો ઉલ્લેખ તેમજ એઇમ્સ હોસ્પિટલ, દેશની પ્રથમ બુલેટ ટ્રેન, ગિફ્ટ સીટી ઉલ્લેખ કરાયો છે.. ભાજપે અગાઉ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ‘ડબલ એન્જીન સરકાર’ કેમ્પઈનમાં સફળતા મળી હતી..

કોંગ્રેસનો હોર્ડિંગ્સ પ્રચાર
ભાજપ રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી લઈને પ્રજા સમક્ષ જઈ રહ્યું છે તો 27 વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારની કામગીરી અને 1960 માં રાજ્યની સ્થાપના બાદ કેવી રીતે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું એ વાત ‘કોંગ્રેસનું કામ બોલે છે’ થકી લઈ જઈ રહ્યું છે. જેમાં શિક્ષણમાં 30,000 સરકારી શાળાઓથી માંડીને ઉચ્ચતમ શૈક્ષણિક સંસ્થાન, મફત કન્યા કેળવણી, મધ્યાહન ભોજન યોજનાના ઉલ્લેખ સાથે ‘ગુજરાતમાં શિક્ષણના વિકાસમાં કોંગ્રેસના સંનિષ્ઠ પ્રયાસ બોલે છે’ કોંગ્રેસનું કામ બોલે છે ના સ્લોગન સાથે પ્રચાર શરૂ કર્યો છે.. જેમાં આરોગ્ય, ખેતી, સહકાર, ઔદ્યોગીકરણ, મફત રસી, સ્વેત ક્રાંતિ અને સરદાર સરોવર ડેમનો ઉલ્લેખ કરાયો છે..

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કેમ્પઈન અંગે પક્ષોનું શું કહેવું છે?
ભાજપના ડબલ એન્જીન સરકાર પ્રચાર અંગે અને કોંગ્રેસ અંગે પ્રવક્તા ડૉ ઋત્વિજ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસનું કામ નહીં પરંતુ નામ બદનામ બોલે છે.. ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારના લોકોપયોગી કામ બોલે છે એટલે ડબલ એન્જીન સરકાર સપના સાકાર થયા છે.. તો કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે ગુજરાત રાજ્યની સ્થાપના બાદ કોંગ્રેસે કરેલા કામોના કારણે વિકાસ થયું.. રાજ્યના વિકાસના એક એક ચેપટર પર કોંગ્રેસના પ્રયત્ન અને પ્રયાસ બોલે છે.. નવી પેઢી એ બધું જાણતી ના હોવાથી ગુજરાતના પાયામાં કોંગ્રેસની ભૂમિકા રજૂ કરવા ‘કોંગ્રેસનું કામ બોલે છે’ ની હકારાત્મક કેમ્પઈન શરૂ કર્યું છે.

Published On - 6:20 pm, Wed, 31 August 22

Next Article