
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે જનાધાર વધારવા માટે કોંગ્રેસે(Congress)પદયાત્રાનો (Padyatra) રસ્તો અપનાવ્યો છે. જેમાં આગામી 1-2 સપ્ટેમ્બરે કોંગ્રેસ અમદાવાદ શહેરની તમામ 16 વિધાનસભા બેઠક પર પદયાત્રા યોજશે.. પરિવર્તન સંકલ્પ પદયાત્રા થકી કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, શિક્ષણનું વ્યાપારીકરણ અને નશાખોરીના મુદ્દા લઈ જનતા દરબારમાં જશે. જેમાં જનજાગૃતિ માટે પદયાત્રા શ્રેષ્ઠ માધ્યમ છે ત્યારે કોંગ્રેસ આગામી સમયે પદયાત્રા થકી જનતા દરબારમાં પહોંચશે. અમદાવાદ શહેરમાં આવેલ 16 વિધાનસભા બેઠકો પર જનતાના પ્રજાલક્ષી મુદ્દાઓને ઉજાગર કરવા કોંગ્રેસ 1 અને 2 સપ્ટેમ્બરે પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજશે. જેમાં મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, શિક્ષણનું વ્યાપારીકરણ, નશાખોરી સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસ શહેરી મતદાતાઓ સુધી દરેક વિધાનસભા માં 5 થી 7 કિલોમીટરની પદયાત્રા કરી પહોંચશે.
હાલ કોંગ્રેસે માત્ર અમદાવાદ શહેર પૂરતી જ પડયાત્રાની જાહેરાત કરી છે, જો કે આગામી સમયે પડયાત્રાના વિચારને તમામ વિધાનસભા બેઠકો પર લઇ જવામાં આવશે. રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા રોહન ગુપ્તાએ નિવેદન આપતા જણાવ્યું કે અમદાવાદ શહેરે ભારતીય જનતા પાર્ટીને સતત પ્રેમ આપ્યો છે, જો કે સામે પક્ષે ભાજપ સરકારે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે.. અમદાવાદ પર સૌથી વધુ વેરા નાખ્યા અને વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય એવી સુવિધા આપી છે ત્યારે જનતાનો સાથ મેળવવા કોંગ્રેસ રસ્તા પર ઉતરશે.
Published On - 4:47 pm, Tue, 30 August 22