GSEB Board Exam 2023 : ગુજરાતમાં 14 માર્ચ અને મંગળવારના રોજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેની માટે બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે . જેમાં પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પણ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં GSEB બોર્ડ દ્વારા પરીક્ષા 2023 માટે વિદ્યાર્થીઓ માટેની મહત્વપૂર્ણ ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં પરીક્ષાર્થીઓએ માન્ય ID પ્રૂફ સાથે હોલ ટિકિટ સાથે રાખવાની રહેશે. નહિંતર, તેઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. GSEB વર્ગ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે લેવામાં આવશે જ્યારે GSEB વર્ગ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી છે.
જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ HSC/SSC પરીક્ષા 2023 માં બેસવા જઈ રહ્યા છે તેઓએ પરીક્ષા માટેની માર્ગદર્શિકા તપાસવી આવશ્યક છે. તેમણે પરીક્ષા દરમ્યાન પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.
આ ઉપરાંત બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇન પ્રમાણે તમામ શાળાની આસપાસના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો ફરજીયાત પણે બંધ રાખવાના રહેશે તેમજ આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવશે.શાળા અને આસપાસના વિસ્તારમાં સીસી ટીવી કેમેરા મુકાશે.
પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને આઇ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને તેના સિવાયના કોઇ વ્યક્તિ શાળામાં પ્રવેશ ન કરે તેની પણ તકેદારી શાળા સંચાલકો અને આચાર્યએ રાખવાની રહેશે. પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળ-ધાણાથી કરવામાં આવશે અને ગરમીના સમયમાં વર્ગ ખંડમાં જ વિદ્યાર્થીઓને પીવાનું પાણી આપવામાં આવશે.
Published On - 7:37 pm, Mon, 13 March 23