અમદાવાદ (Ahmedabad)માં હાલ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)ના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. જ્યાં ભક્તો વિવિધ શણગાર કરીને તેમજ વિવિધ થીમ સાથે ગણેશજીની સ્થાપના કરી ભગવાનની પૂજા કરી રહ્યા છે. લોકો વિવિધ પ્રસાદ પણ ગણેશજીને ધરાવી રહ્યા છે. જેમાં આ વર્ષે ગણેશજીના વ્હાલા મોદકે બજારમાં ધૂમ મચાવી છે. કેમ કે ભગવાનને વ્હાલા મોદક (Modak) અર્પણ કરવામાં આવે તો ભગવાન જલ્દી રિજી જાય અને ભક્તોની મનોકામના જલ્દી પૂર્ણ કરે તેવું લોકોનું માનવું છે. જે માન્યતાને લઈને બજારમાં મોદકની ખરીદીનો માહોલ ધૂમ જોવા મળ્યો છે.
હાલમાં પિસ્તા મોદક, મોતીચુર મોદક, ચોકલેટ મોદક, કેસર ડ્રાય ફ્રુટ મોદક, વ્હાઈટ મોદક, સ્ટ્રોબેરી મોદક અને કાજુ મોદકે ધૂમ મચાવી છે. જે મોદક હાલ બજારમાં 640 રૂપિયે કિલોથી લઈને 1020 રૂપિયે કિલો સુધી મળી રહ્યા છે. જેમાં સૌથી વધુ મોંઘા કાજુ મોદક 1020 રૂપિયે કિલો મળી રહ્યા છે. જે મોદકમાં મોતીચુરના મોદકની સાથી વધુ ડિમાન્ડ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે તો વેપારીએ એ પણ જણાવ્યું કે ઈંધણના ભાવ તેમજ ડ્રાય ફ્રુટ અને ખાસ દુધના ભાવ વધતા આ વર્ષે મીઠાઈના ભાવમાં પણ 5થી 10 ટકા જેટલો વધારો નોંધાયો છે. જે આ ગણેશ પર્વ પર પણ અસર કરી રહ્યો છે.
હાલ મોંઘવારી વચ્ચે લોકો ગણેશ ચતુર્થીની ઉજવણી ઓછા બજેટ સાથે પણ વિવિધ થીમ અને વિવિધ પ્રસાદ સાથે કરી રહ્યા છે. આ વર્ષે મીઠાઈના અને ખાસ કરીને મોદકના ભાવ પર નજર કરીએ તો..
સ્પે. કાજુ મોદક 1020 રૂ. કિલો વેચાઈ રહ્યા છે. જો કે મોદકના ભાવ ભલે આસમાને પહોંચ્યા, પરંતુ ભક્તો તેમના વિઘ્નહર્તાને લાડ લડાવવામાં અને તેમની આગતાસ્વાગતામાં સ્હેજપણ કચાશ રાખવાના મૂડમાં નથી અને એટલે જ મીઠાઈની દુકાનો હોય કે બજારોમાં ગણેશપર્વની ધૂમ ખરીદી લોકો કરી રહ્યા છે, ઉપરાંત છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે વિવિધ પ્રતિબંધોને કારણે ગણેશપર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી નહોતી થઈ શકી. જેની કસર આ વર્ષે લોકો પુરી કરી રહ્યા છે.