ગાંધીનગર: વાઈબ્રન્ટ સમિટ 2024માં મહાનુભાવોને આગમનને પગલે ટ્રાફિક વિભાગ દ્વારા કરાઈ આ ખાસ વ્યવસ્થા- વાંચો

ચાર વર્ષ બાદ પાટનગર ગાંધીનગરમાં 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ આયોજિત થવા જઈ રહી છે. આ સમિટને સફળ બનાવવા સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાટનગર ગાંધીનગરને ભવ્યાતિભવ્ય રીતે સજાવવામાં આવ્યુ છે. 30થી વધુ દેશોનુ ડેલિગેશન આ સમિટમાં ભાગ લેવાના છે. ત્યારે મહાત્મા મંદિર તરફ જતા તમામ રૂટો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ગાંધીનગર: વાઈબ્રન્ટ સમિટ 2024માં મહાનુભાવોને આગમનને પગલે ટ્રાફિક વિભાગ દ્વારા કરાઈ આ ખાસ વ્યવસ્થા- વાંચો
| Edited By: | Updated on: Jan 08, 2024 | 7:25 PM

10મી જાન્યુઆરીથી આયોજિત થનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને પાટનગર ગાંધીનગરમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 10મી જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્દઘાટન કરવાના છે. ત્યારે 4 વર્ષ બાદ યોજાઈ રહેલી આ વાઈબ્રન્ટ સમિટને લઈને આવનારા પાંચ દિવસ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટથી ગાંધીનગર સુધી મહાનુભાવોની અવરજવર રહેશે. 30 થી વધુ દેશોના ડેલિગેશન આ સમિટમાં આવી રહ્યા છે. જેમની આજ સાંજથી જ અવરજવર શરૂ થઈ જનાર છે જેને લઈને ટ્રાફીક વિભાગ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસે ઍરપોર્ટ જતા-આવતા મુસાફરો માટે જારી કરી ટ્રાફિક એડવાઈઝરી

  •  આજથી પાંચ દિવસ ઇન્દિરા બ્રિજ એરપોર્ટ સર્કલ થી ડફનાળા સુધી વાહનોની અવરજવર ધીમી રહેશે.
  •  અમદાવાદ થી ગાંધીનગર જતા લોકોને નાના ચિલોડા અને વિસત સર્કલનો રૂટ લેવા સલાહ આપવામાં આવી છે.
  •  ઍરપોર્ટ પર મુસાફરી કરતા લોકોને સમય કરતા બે કલાક વહેલું અવર જવર કરવું.
  •  ઍરપોર્ટ પર કટોકટીના કિસ્સામાં મુસાફરોએ ભદ્રેશ્વર કટમાંથી પ્રવેશ કરવો.
  •  કટમાંથી સરદાર નગર રોડ પર જઈ ઍરપોર્ટ પર પ્રીષ્ટીન હોટલ નજીકથી બહાર નીકળવું.
  •  પૂર્વ વિસ્તારમાંથી ઍરપોર્ટ તરફ આવતા લોકોને ડફનાળા તરફ નહીં જવા અપીલ કરાઈ
  •  પૂર્વ વિસ્તારના લોકોને ગાંધીનગર કે ઍરપોર્ટ જવા મેમકો થી નરોડા થી નોબલ ટી જંકશન થઈને જવું.
  •  પશ્ચિમના લોકોને ઍરપોર્ટ તરફ જવા રિંગરોડ પરથી ચિલોડા સર્કલથી પ્રવેશ કરી નોબલ ટી અને ભદ્રેશ્વર જંકશનથી એરપોર્ટ પહોંચવું.

9 જાન્યુઆરીએ ઍરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધી પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો યોજાશે રોડ શો

આજથી જ અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવાશે. 9 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ યુએઈના શેખ મોહમ્મદ બિન ઝાયેદનો ઈન્દિરા બ્રિજ સર્કલ સુધીનો રોડ શો યોજાશે. આ રોડ શો દરમિયાન અમદાવાદ પોલીસ અને ટ્રાફિક પોલીસનો સંયુક્ત બંદોબસ્ત રહેશે. જેમા ટ્રાફિકના 500 જેટલા જવાનો બંદોબસ્તમાં જોડાયા છે.

આ પણ વાંચો: વાઈબ્રન્ટમાં આવનારા મહાનુભાવોના આગમન પહેલા સપ્તરંગી રોશનીથી દીપી ઉઠ્યુ અમદાવાદ ઍૅરપોર્ટ, સમગ્ર રૂટ પર રોશનીથી ઝગમગાટ- જુઓ તસ્વીરો

9 જાન્યુઆરીએ પીએમ મોદીનો રોડશો સાંજના 5થી 6 વાગ્યા દરમિયાન યોજાવાનોછે. આગામી 4 દિવસમાં મહેમાનો ગાંધી આશ્રમની મુલાકાત લેશે. આ મુલાકાત 1 થી 5 વાગ્યાની વચ્ચેની રહેશે. વાઈબ્રન્ટ સમિટને પગલે મહાત્મા મંદિર આસપાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વીવીઆઈપી મુવમેન્ટને પગલે ગાંધીનગરમાં અમુક રૂટો પર વાહન વ્યવહારની અવરજવર બંધ કરી દેવાઈ છે.

Published On - 7:20 pm, Mon, 8 January 24