સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું : બોરિસ જોન્સન

|

Apr 21, 2022 | 3:15 PM

યુકેના (UK PM) વડાપ્રધાન હયાત હોટેલથી અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.

સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું : બોરિસ જોન્સન
Gandhiji provided the world with an example of how truth and non-violence can change the world: Boris Johnson

Follow us on

યુ.કે.ના (UK) વડાપ્રધાન (PM) બોરિસ જોન્સન (Boris Johnson)21 એપ્રિલથી ભારતના પ્રવાસે છે. ભારત પ્રવાસની શરૂઆત બોરિસ જોન્સને ગુજરાતથી(Gujarat) કરી છે. ગુજરાતની મુલાકાતે આવેલા યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સન સવારે 8 વાગે એરપોર્ટ પર લેન્ડ થયા બાદ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત મહાનુભાવોએ યુકેના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. જ્યાં ભવ્ય સ્વાગત કરાયું. જે બાદ યુકે ના પીએમ રોડ શો મારફતે હોટેલ હયાત પહોંચ્યા હતા. જે રોડ શોમાં 45 સ્ટેજ પર ગુજરાતની ઝાંખી રજૂ કરી યુ.કે.ના પીએમનું ભવ્ય સ્વાગત કરાયું. તો મોટી સંખ્યામાં લોકો સ્વાગતમાં જોડાયા.

જે બાદ યુકેના વડાપ્રધાન હયાત હોટેલથી અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. બોરિસ જોન્સન હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા.

તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી તેઓએ ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું અને ગાંધી આશ્રમ ખાતે આવેલી અમદાવાદ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને ઐતિહાસિક ગાંધી આશ્રમમાં આવેલી મીરા કુટીરની પણ મુલાકાત લીધી હતી. બ્રિટિશ લેડી મેડલીન સ્લેડ જેઓ બ્રિટિશ નાગરિક હતા. તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને ગાંધી આશ્રમ આવ્યા હતા અને તેઓ જે કુટિરમાં રહેતા હતા એ કુટીરનું નામ મીરા કુટીર રાખવામાં આવ્યું છે.

વિઝિટર્સ બુકમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને લખ્યું કે, ‘મારી ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય છે. અને ગાંધી આશ્રમમાં આવવાનો મારો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો. સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી તેનું ઉદાહરણ સમગ્ર વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું છે’

આ અવસરે ગાંધી આશ્રમ તરફથી ‘ગાઈડ ટુ લંડન’ અને ‘ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન’ એમ બે પુસ્તકો શ્રી જોન્સનને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

આ વેળાએ , મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે, સાબરમતી આશ્રમ ના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ, ટ્રસ્ટી અમૃત ભાઈ મોદી, સાબરમતી આશ્રમ ના ડિરેક્ટર અતુલ પંડ્યા, ચીફ પ્રોટકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધી આશ્રમની મુલાકાત બાદ યુકેના પીએમ અદાણી શાંતિગ્રામ રવાના થયા. જ્યાં એક બેઠક યોજાય. જે બાદ તેઓ ગાંધીનગર અને ત્યાંથી હાલોલ ખાતે jcb પ્લાન્ટ પર પહોંચ્યા. બાદમાં તેઓની ગાંધીનગર ખાતે બાયોટેકનોલોજી યુનિવર્સીટીમાં એક મિટિંગમાં હાજર રહેશે. અને અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લેશે. આ સમગ્ર કાર્યક્રમ દરમીયાન કોઈ ઘટના ન બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો. તેમજ અધિકારીઓ સતત મોનીટરીંગમાં ખડેપગે રહ્યા હતા.

આ પણ વાંચો :અમદાવાદમાં ટેક્સટાઇલ લીડરશીપ કૉન્કલેવ 2022 યોજાશે

અહીં ભક્તો મા અન્નપૂર્ણાને કહે છે જાગતી જ્યોત ! જાણો પરચા પૂરતી અમદાવાદની મા અન્નપૂર્ણાનો મહિમા

Next Article