Ahmedabad: હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસનો આઇડીયા સાકાર થયો, ભીખ માગતા ગરીબ બાળકોને શિક્ષણ આપવા સિગ્નલ સ્કૂલો શરૂ કરાઈ

|

Mar 06, 2022 | 3:41 PM

ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા 6 થી 14 વર્ષના બાળકોને સિગ્નલ પર જ સિગ્નલ સ્ફુલ બસમાં શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 10 સિગ્નલ સ્કૂલ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી.

Ahmedabad: હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસનો આઇડીયા સાકાર થયો, ભીખ માગતા ગરીબ બાળકોને શિક્ષણ આપવા સિગ્નલ સ્કૂલો શરૂ કરાઈ
મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ દૂરદર્શન ટાવર પાસે સિગ્નલ સ્કૂલ બસની મુલાકાત લીધી હતી.

Follow us on

અમદાવાદ (Ahmedabad) માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) , હાઇકોર્ટ (High Court) ના ચીફ જસ્ટિસ ( Chief Justices) અને સુપ્રીમ કોર્ટના જજ એમ. આર. શાહના હસ્તે 10 સિગ્નલ બસોને લીલી ઝંડી આપી સિગ્નલ સ્કૂલ (Signal school) ની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટેના પૂર્વ ચીફ જસ્ટિસ એમ. આર. શાહને ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો (children) ને શિક્ષણ આપવાનો વિચાર આવ્યો હતો અને આ બાબતે કઈ વ્યવસ્થા કરવા અધિકારીઓને જણાવ્યું હતું. જેને લઈને એએમસી સ્કૂલ બોર્ડ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અમદાવાદમાં સિગ્નલ સ્કૂલો શરૂ કરવામાં આવી છે.

ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા 6 થી 14 વર્ષના બાળકોને સિગ્નલ પર જ સિગ્નલ સ્ફુલ બસમાં શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 10 સિગ્નલ સ્કૂલ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, હાઇકોર્ટેના ચીફ જસ્ટિસ અને હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના જજ એમ આર શાહ હાજર રહ્યા હતા. ભિક્ષા માગતા બાળકોને શિક્ષણ આપવાનો ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એમ આર શાહનો વિચાર હતો.

એએમસી દ્વારા શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા 139 બાળકોને આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે. આ 139 બાળકોને અલગ અલગ સિગ્નલ પર સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી સિગ્નલ સ્કૂલ મારફતે શિક્ષણ આપવામાં આવશે. સિગ્નલ સ્કૂલમાં શિક્ષણ માટે વાલી પાસેથી પરવાનગી લેવામાં આવી છે. દરેક બસમાં એક શિક્ષક અને એક સહાયક હશે તથા શૈક્ષણિક કીટ, યુનિફોર્મ બાળકોને આપવામાં આવશે. સિગ્નલ સ્કૂલ બસ જ્યાં ઉભી રહેશે ત્યાંથી નજીકની શાળામાંથી બાળકોને મધ્યાહન ભોજન પણ પૂરું પાડવામાં આવશે. દર શનિવારે આ બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 10 સિગ્નલ સ્કૂલ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી

 

આ પ્રોજેકટ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ સાથે સંકલનમાં રહીને સમગ્ર રાજ્યમાં આ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. જ્યાં જરૂર હશે ત્યાં રાજ્યના અન્ય શહેરોમાં પણ આ પ્રકારની સિગ્નલ સ્કૂલો શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ દૂરદર્શન ટાવર પાસે સિગ્નલ સ્કૂલ બસની મુલાકાત લીધી હતી. કમિશ્નરે ગરીબ બાળકો સાથે બેસીને વાતચીત કરી હતી. કમીશ્નરે જણાવ્યું હતું કે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તેમના પરિવાર સાથે સંપર્કમાં રહીને પરિવારને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે પ્રયાસ કરીશું.

સિગ્નલ સ્કૂલમાં આવતા બાળકોને દત્તક લેવાશે

અમદાવાદમાં આવેલા IIM, વટવા, અસારવા, વાસણા, દૂરદર્શન ટાવર, પકવાન, થલતેજ, બાપુનગર, નારોલ, મણિનગર જેવા મુખ્ય ચાર રસ્તાઓ પર આ સિગ્નલ બસો ઉભી રાખવામાં આવશે. મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, મહેસુલ મંત્રી, ચીફ જસ્ટિસએ સિગ્નલ સ્કૂલમાં આવતા એક એક બાળક દત્તક લેવાની શરૂઆત કરી છે. અને અન્ય લોકો પણ આવા બાળકોના શિક્ષણ માટે દત્તક લે તેવી ચીફ જસ્ટિસે વિનંતી કરી હતી. આ સિગ્નલ સ્કૂલ બસનું સતત સુપરવિઝન કરવામાં આવશે. સ્કૂલ બોર્ડના 10 ઝોનના મદદનીશ સાશનાધિકારી, સાશનાધિકારી અને ચેરમેન દ્વારા નજર રાખવામાં આવશે.

સિગ્નલ સ્કૂલની વિશેષતા

દરેક સિગ્નલ સ્કૂલમાં બે શિક્ષક, એક LCD ટીવી, સીસીટીવી, વાઇફાઇ કનેક્ટિવિટી, પાણીની સુવિધા, બુક્સ, સ્કૂલ બેગ, રમકડાની સુવિધા આપવામાં આવી છે..

સિગ્નલ સ્કૂલનો હેતુ

ચાર રસ્તા પર ભીખ માંગતા, ઝુંપડપટ્ટી અને ફૂટપાથ પર રહેતા શાળાએ નહીં જતા 6થી 14 વર્ષના બાળકોને સિગ્નલ સ્કૂલમાં 6 મહિના કે એક વર્ષ સુધી બ્રિજ કોર્ષ કરાવવામાં આવશે. બ્રિજ કોર્ષ કરાવ્યા બાદ વિદ્યાર્થીનું લેવલ જાણી નજીકની સ્કૂલમાં એડમિશન આપી શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવામાં આવશે.

આ પણ વાંચોઃ 10 માર્ચ બાદ ગુજરાત બનશે રાજકીય પ્રવૃત્તિઓનું એપીસેન્ટર, ભાજપનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર રહેશે

આ પણ વાંચોઃ Bharuch: અધિકારીઓને ધમકાવવાનો વિવાદ, મામલતદારો કાળી પટ્ટી પહેરી આંદોલન કરતાં મનસુખ વસાવાએ CMને પત્ર લખ્યો

Next Article