કેજરીવાલ માટે ‘બાર સાંધે અને તેર તુટે’ જેવો ઘાટ, BTP સાથે જોડાણમાં ભંગાણ બાદ હવે પાર્ટીમાં અસંતોષની સ્થિતિ

|

Sep 14, 2022 | 6:04 PM

'આપ'માં ભાગલાના આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અમદાવાદમાં બે દિવસ ગાળ્યા બાદ પરત ફર્યા છે. બીજી તરફ ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ AAP સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે.

કેજરીવાલ માટે બાર સાંધે અને તેર તુટે જેવો ઘાટ, BTP સાથે જોડાણમાં ભંગાણ બાદ હવે પાર્ટીમાં અસંતોષની સ્થિતિ
Arvind Kejriwal and BTP Chief (File)

Follow us on

ગુજરાત(Gujarat)માં રાજકીય ઘમસાણ 2022ની ચૂંટણીને લઈના ચાલી રહ્યું છે. ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકવા માટે અને જનતામાં આમ પાર્ટી તરીકે પ્રસ્થાવિત થવા માટે અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) આણી મંડળી પુષ્કળ પ્રમાણમાં દિલ્હી (Delhi)અને પંજાબ(Punjab) સ્ટાઈલથી મહેનત કરી રહી છે. જો કે આ મહેનત પર રંગ ચઢે એ પહેલા રંજ જરૂર આવી જાય છે. વાત છે આમ આદમી પાર્ટી કે જેને હજુ ગણતરીના દિવસ પહેલાજ BTP પાર્ટીથી જોડાણમાં ભંગાણનો ઝટકો લાગ્યો છે, હવે આ ઝટકાની અસર પુરી થાય એ પહેલા જ અમદાવાદ આપ પાર્ટીના ઉપાધ્યક્ષ શાકીર શેખે રાજીનામુ ધરી દેતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.

વાત રાજીનામાથી અટકી ગઈ હોતે તો અલગ વાત હતી પરંતુ શાકીર મિયાં એ કરેલા આક્ષેપો થોડા ગંભીર પ્રકારના છે. તેમણે કહ્યુ કે પાર્ટીએ પૈસાદાર ઉમેદવારને ટિકિટ આપી છે, તેમણે સીધુ નામ કલ્પેશ પટેલનું આપ્યુ છે. આ એ જ કલ્પેશ પટેલ છે કે જેમને ટિકિટ આપવાની જાહેરાત આપ પાર્ટી કરી ચુકી છે અને આ ઉમેદવારના હુક્કા પાર્ટી અને દારૂ પીતા ફોટો સોશ્યલ મિડિયા પર વાયરલ થયા હતા.

‘આપ’માં ભાગલાના આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં બે દિવસ ગાળ્યા બાદ પરત ફર્યા છે. બીજી તરફ ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ AAP સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે.
અમદાવાદની વેજલપુર બેઠક પર અમદાવાદના ઉપપ્રમુખ શાકીર શેખે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી અને અનેક આક્ષેપો કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. શાકિરે આરોપ લગાવ્યો હતો કે કલ્પેશે પૈસાના આધારે ટિકિટ મેળવી હતી. AAP પોતાના મુદ્દાઓથી દૂર જઈ રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શેખે કહ્યું કે કાર્યકરોને બાયપાસ કરીને બહારથી આવેલા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી હતી. તેમણે કહ્યું, “કલ્પેશ પટેલ AAPનો કાર્યકર નથી, પરંતુ તેમને પૈસાના આધારે ટિકિટ મળી છે. અમદાવાદમાં તમને એક પણ સીટ નહીં મળે. ઘણા બધા નેતાઓ, કાર્યકરો ઉદાસ છે, જેઓ આગામી દિવસોમાં રાજીનામું આપશે.” શાકિરે એમ પણ કહ્યું કે AAP ગુજરાતમાં સરકાર બનાવવાની સ્થિતિમાં નથી.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવનાર AAP ગુજરાતની તમામ બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહી છે. પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત પ્રવાસ કરી રહ્યા છે અને પાર્ટીને સમર્થન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીએ દરેક બેરોજગારને મફત વીજળી, રોજગાર અથવા ભથ્થું, મહિલાઓને 1000 રૂપિયા માસિક ભથ્થું જેવા આકર્ષક વચનો આપ્યા છે. દિલ્હીના સીએમએ કહ્યું છે કે ગુજરાતમાં તેમની પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપવામાં આવશે.

Published On - 5:57 pm, Wed, 14 September 22

Next Article