
અમદાવાદના નવંરગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી. ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ છે. મોડી રાત્રે લગભગ 3.30 કલાકે આ ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે. હોસ્પિટલના ચોથા માળે આવેલા ICU વોર્ડમાં આ બનાવ બન્યો, જેમાં 8 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે બરાબર માહિતી ના મળતા હોસ્પિટલમાં રોષે ભરાઈ મૃતકોના પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને હોસ્પિટલ તરફથી સહયોગ ન મળતો હોવાનો આરોપ લગાવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:16 am, Thu, 6 August 20