સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ડીસેમ્બર માસથી દોડશે ઇલેક્ટ્રિક બસો

|

Sep 04, 2021 | 6:36 PM

કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરથી આમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી બંને શહેરોમાં હવા પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો થશે.

GANDHINAGAR : રાજ્યના પાટનગર ગાંધીનગરથી મેગાસિટી અમદાવાદ વચ્ચે ડિસેમ્બરથી ઈલેક્ટ્રિક બસ દોડશે. ગાંધીનગર ST ડેપોને 20 થી 30 ઈલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે.કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરથી આમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી બંને શહેરોમાં હવા પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો થશે.રાજ્ય સરકારે અમદાવાદ,ગાંધીનગર બાદ અમદાવાદથી વડોદરા અને રાજકોટ વચ્ચે તબક્કાવાર ઈલેક્ટ્રોનિક બસ દોડાવવાનું આયોજન કર્યું છે.

આ ઈલેક્ટ્રિક બસની ખાસિયતો પર નજર કરીએ તો તેમાં 180 કિલોવોટની લિથીયમ પ્રકારની બેટરીની સુવિધા હશે. આ બેટરી 3 કલાકમાં જ ચાર્જિંગ થઈ જશે.એકવાર ચાર્જ કર્યા બાદ બસ 200 થી 220 કિમીનું અંતર કાપશે. આ 1.30 કરોડ રૂપિયાની ઈલેક્ટ્રિક બસમાં 33 મુસાફરોની બેસવાની ક્ષમતા છે. આ બસના ચાર્જિંગ માટે ST ડેપોમાં ખાસ સુવિધા ઉભી કરવામાં આવશે.

GSRTCમાં આગામી દિવસો માં 50 ઇલેક્ટ્રિક બસ ઉમેરાશે. ઓલેકટ્રા ગ્રીન્ટેકને GSRTC દ્વારા 50 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે.50 ઇલેક્ટ્રિક બસો 12 મહિનાના સમયગાળામાં આપવામાં આવશે. જેની શરૂઆત 2 મહિના બાદ થઈ શકે છે. જેમાં ડિસેમ્બર-2021માં 25 બસ મળશે, જ્યારે માર્ચ 2022માં બીજી 25 બસ મળશે. 20 બસ અમદાવાદ-ગાંધીનગર, 20 બસ અમદાવાદ-વડોદરા અને 10 બસ રાજકોટ-જામનગર રૂટ પર દોડાવવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat Top News: રાજ્યમાં વેક્સિનેશન, વરસાદ કે રાજપરિવારની મિલકતના વિવાદ અંગેના મહત્વના સમાચાર જાણો એક ક્લિકમાં

આ પણ વાંચો : AHMEDABAD : 25 વર્ષનો યુવક નકલી ઈન્ટેલીજન્સ ઓફિસર બની પૈસા પડાવવા ગયો, એક ભૂલના કારણે ભાંડો ફૂટી ગયો

Next Video