એક વર્ષમાં ગુજરાતમાંથી પકડાયુ 52 અબજ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ, એકલા અમદાવાદમાં જ ક્રાઈમ બ્રાંચે દોઢ કરોડ અને SOGએ 67 લાખનું ડ્રગ્સ કર્યુ કબ્જે

|

Sep 02, 2022 | 6:37 PM

Ahmedabad: ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ માટે હવે અમદાવાદ હોટ ફેવરિટ બની રહ્યુ છે. રાજ્યમાં પકડાયેલા ડ્રગ્સના આંકડા ડ્રગ્સ માફિયાઓના નેટવર્કનો ઘટસ્ફોટ કરે છે. જેમા એક વર્ષમાં ગુજરાતમાંથી 52 અબજ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ પકડાયુ છે.

એક વર્ષમાં ગુજરાતમાંથી પકડાયુ 52 અબજ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ, એકલા અમદાવાદમાં જ ક્રાઈમ બ્રાંચે દોઢ કરોડ અને SOGએ 67 લાખનું ડ્રગ્સ કર્યુ કબ્જે
ગુજરાતમાંથી પકડાયુ અબજોનું કિંમતનું ડ્રગ્સ

Follow us on

ગુજરાતમાં ડ્રગ્સ (Drugs) ઘુસાડવા માટે ડ્રગ્સ માફિયાઓ માટે અમદાવાદ (Ahmedabad) ડ્રગ્સના નેટવર્કનું હબ બની રહ્યુ છે. ડ્રગ્સ માફિયાઓ પર અલગ-અલગ એજન્સીઓએ તવાઈ બોલાવીને ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ ડીલરોને પકડી રેકોર્ડ બ્રેક ગુના નોંધ્યા છે. વર્ષ 2022ના ચાલુ વર્ષે NDPSના કેસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમા MD ડ્રગ્સનો જથ્થો સૌથી વધુ ઝડપી લેવામાં આવ્યો છે. સાથે જ યુવાનોમાં ચરસ, ગાંજો, સિરપ, MD ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધતા શહેરમાં ડ્રગ્સની હેરાફેરી વધી છે.અમદાવાદ ક્રાઈમબ્રાંચે (Crime Branch) ચાલુ વર્ષે 24 કેસ નોંધી 74 જેટલા આરોપીની ધરપકડ કરી છે. જેમા ડ્રગ્સ પેડલરો અને મદદગારી કરનારની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને SOGની ટીમે પણ 15 કેસ કરી 35 જેટલા ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ ડીલરોને જેલહવાલે કર્યા છે. થોડા દિવસ પહેલા જ ક્રાઈમબ્રાંચે અને  SOGએ ડ્રગ્સ ડીલર અમીનાબાનુને પકડી ડ્રગ્સની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે ચાલુ વર્ષે કરેલી કાર્યવાહીનો ડેટા આ મુજબ છે.

અમદાવાદ ક્રાઈમબ્રાંચે કરેલી કાર્યવાહી

  • ક્રાઈમ બ્રાંચે NDPS હેઠળ 24 કેસ નોંધ્યા
  • ડ્રગ્સના કેસમાં 74 આરોપીઓની ધરપકડ કરી
  • 1.5 કરોડની કિંમતનું 1.5 કિલો ડ્રગ્સ કબ્જે કર્યુ

ડ્રગ્સ મામલે SOGએ કરેલી કાર્યવાહી

  • અમદાવાદ SOGએ ડ્રગ્સના કુલ 15 કેસ કર્યા
  • એક વર્ષમાં કુલ 35 આરોપીની ધરપકડ કરી
  • 67 લાખનું કુલ 671 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કર્યું

ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરીયા કિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બન્યું હતું. ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સમાં મોટાભાગન કેસમાં દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ થયો હોવાનું ખુલ્યું છે. અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ સાથે 467 કેસ સામે 734 આરોપી ઝડપાયા છે અને તમેની પાસેથી 27 હજાર 947 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત 52 અબજ 55 કરોડ 31 લાખ થાય છે. આ ચોંકાવનરો આંકડો સાબિત કરે છે કે આ ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે જેમાં અમદાવાદમાં સૌથી વધુ અમદાવાદમાં ડ્રગ્સ મળી આવવાના કેસ સામે આવ્યા છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

મહત્વપૂર્ણ છે કે ડ્રગ્સના નેટવર્કમાં અમદાવાદમાં ડ્રગ્સ ઘુસાડવા માટે સિલ્ક રૂટ મહારાષ્ટ્ર અને રાજસ્થાન છે. જે બન્ને રાજ્યોના ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ અમદાવાદ પહોંચાડે છે જેમાં કેરિયર બોય અને ડ્રગ્સ પેડલરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. એટલું જ નહીં આ ડ્રગ્સ નેટવર્કમાં દરિયાઇ માછીમારો પણ સંડોવાયેલા હોય છે. જેઓને ડ્રગ્સની હેરાફેરી માટે મોટું કમિશનર મળતું હોય છે.

રાજ્યમાં 1 વર્ષમાં ડ્રગ્સ  મામલે થયેલી કાર્યવાહી

  • 16 સપ્ટે 2021થી 22 ઓગષ્ટ 2022 સુધીના કેસ
  • 1 વર્ષમાં MD ડ્રગ્સના 127 કેસ, 209 આરોપીની ધરપકડ
  • હેરોઈન-બ્રાઉન સુગરના 10 કેસ, 54 આરોપીની ધરપકડ
  • ચરસના 26 કેસ નોંધાયા જેમા 47 આરોપીની ધરપકડ
  • અફીણના 18 કેસ નોંધાયા જેમા 23 આરોપીની ધરપકડ
  • ગાંજાના 287 કેસ નોંધાયા જેમા 401 આરોપી સામે કાર્યવાહી
  • ડ્રગ્સના કુલ 468 કેસ નોંધાયા જેમા 734 આરોપી ઝડપાયા
  • આરોપીઓ પાસેથી કુલ 27, 947 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ
  • અત્યાર સુધીમાં 52 અબજ 55 કરોડ 31 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયુ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચથી લઈ એસ.ઓ.જી. સાથે ગુજરાત એટીએસ રેકોર્ડ બ્રેક એન.ડી.પી.એસ.ના કેસ કર્યા છે. જેમાં હાલમાં ગુજરાત એટીએસએ ભરૂચ અને વડોદરાથી એમ.ડી. ડ્રગ્સની ફેકટરી પકડી પાડી છે. નોંધનીય છે કે એક સમયએ ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ગયો હતો પણ ગુજરાતમાં હવે એમ.ડી. ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનો ખુલાસો થયો છે જ્યારે દરિયાઈ માર્ગે આવતું હેરોઇન ગુજરાત નહીં પજાંબ અને બેગ્લોર સહિત સાઉથમાં જતું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વધી રહેલું ડ્રગ્સનું નેટવર્ક ખૂબ જ ચિંતાજનક છે. જેથી તમામ એજન્સી ડ્રગ્સ દૂષણને દૂર કરવા અને યુવા પેઢી બચાવ નવા નવા અભિયાન શરૂ કર્યા છે.

Next Article