Cyclone Effect in Gujarat: અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયુ , અમદાવાદમાં પણ થશે આ અસર

|

Jun 06, 2023 | 12:59 PM

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં  વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ 40  કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી ક૨વામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે  7 જૂન સુધી ચક્રવાત બાયપરજોયના કારણે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડશે

Cyclone Effect in Gujarat: અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયુ , અમદાવાદમાં પણ થશે આ અસર
Depression over southeast Arabian Sea

Follow us on

Ahmedabad : ગુજરાતના (Gujarat)  અનેક જિલ્લાનું વાતાવરણ બદલાશે. જેમાં રાજ્યમાં બાયપરજોય ચક્રવાતી વાવાઝોડું(Cyclone)  આવવાનું છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે.

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ આ ચક્રવાતી તોફાનની અસર જોવા મળશે. જેમાં આજે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચાયું છે જે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ વધવાની સાથે તીવ્ર થવાની સંભાવના છે.

આ ઉપરાંત વાવાઝોડાની અસરના પગલે અમદાવાદમાં બે દિવસ 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઇ શકે છે. જો કે આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. જ્યારે 12થી 17 જૂન વરસાદની 70 ટકા સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

બે દિવસ 40  કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી

આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં  વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ 40  કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી ક૨વામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે  7 જૂન સુધી ચક્રવાત બાયપરજોયના કારણે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડશે. પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે પવનની જેમ વરસાદ પડી શકે છે. આ સાથે પાટણ, મોડાસા, મહેસાણા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ભારે વરસાદના એલર્ટને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. રાજ્ય પ્રશાસને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં વરસાદથી 52 વ્યક્તિના મૃત્યુ છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આપેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા બે મહિનામાં 52 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 61 લોકોને ઇજા પહોંચી છે. તેમજ 428 પશુના મૃત્યુ થયા છે. જ્યારે 3825 મકાનને નુકશાન થયું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:43 am, Tue, 6 June 23

Next Article