Ahmedabad: બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્યનું એસટી નિગમ પણ સજ્જ થઈ ગયુ છે. ચોમાસા દરમિયાન ઉપયોગમાં લેવાતા કંટ્રોલરૂમનો વાવાઝોડા દરમિયાન ઉપયોગ કરાશે. રાજ્યના તમામ ડિવિઝનલ ઓફિસર સ્ટેશન ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.
Follow us on
ગુજરાત પર બિપરજોય વાવાઝોડા ત્રાટકે તેવી આશંકાને પગલે તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર ખડે પગે છે. આ તરફ રાજ્યનું એસટી વિભાગ પણ વાવાઝોડાને લઈને સજ્જ થયુ છે. એસટી નિગમ દ્વારા ચોમાસામાં ઉપયોગમાં લેવાતા કંટ્રોલરૂમનો વાવાઝોડા દરમિયાન ઉપયોગ કરવામાં આવશે.
રાજ્યમાં તમામ ડિવિઝનલ ઓફિસર સ્ટેશન ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. દરેક વિભાગમાં કંટ્રોલરૂમના નંબરની જાણ કરવામાં આવી છે. એસટી નિગમનું યોગ્ય સંચાલન થાય તેમજ બસને કારણે નુકસાન ન થાય અને મુસાફરોને કોઈ પ્રકારની અગવડતા ન પડે તેના પર ધ્યાન અપાઈ રહ્યુ છે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નજીકના બસ ડેપોમાં સુરક્ષિત બસ મુકવા માટે પણ સૂચન કરવામાં આવ્યા છે.
વાવાઝોડાની સ્થિતિ દરમિયાન એસટી નિગમના કર્મચારીઓને સમયસર હાજર રહેવા સૂચના
વાવાઝોડાની સ્થિતિ દરમિયાન એસટી નિગમના કર્મચારીઓને સમયસર હાજર રહેવા સૂચન કરાયુ છે. તેમજ કંટ્રોલરૂમમાં વરસાદ અને અન્ય વાવાઝોડાને લગતી વિગતોની જાણ કરવાનું પણ સૂચન કરાયુ છે. તેમજ કંટ્રોલરૂમમાં વરસાદ અને વાવાઝોડાને લગતી વિગતોની જાણ કરવા સૂચન કરાયુ છે. બસ સંચાલનની માહિતી Google Driveમાં ઓનલાઈન કરવાનું સૂચન તેમજ એન્ટ્રી તપાસ કરવાનું પણ સૂચન કરાયુ છે.
જરૂર જણાય તે જગ્યાના એસટી બસના રૂટ બંધ કરવા તેમજ એસટી બસના રૂટ ડાયવર્ટ અથવા તો શોર્ટ ટર્મિનેટ કરવાની પણ તૈયારી પરિસ્થિતિને અનુકૂળ રહી ડેપો મેનેજરને સંચાલન કરવા તેમજ મુખ્ય વિભાગને જાણ કરવા સૂચન કરવામાં આવ્યા છે. બસ સ્ટેશન અને ડેપો પરથી હોર્ડિંગ્સ ઉતારવા સૂચન કરાયુ છે. સાથે જ અન્ય જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે.
વાવાઝોડાના સંભવિત તમામ વિસ્તારો ખાતે રાત્રિ રોકાણ રહેતી સર્વીસોને નજીકના સલામત સ્થળે અથવા નજીકના ડેપો ખાતે રાત્રિ રોકાણ કરાવવું. તેમજ જરૂરિયાત જણાય તે મુજબ સંચાલન સ્થગિત કરવું.
દરિયાકાંઠા વિસ્તારમાં સંચાલિત થતી સર્વિસોની યાદી હાથ ઉપર રાખી તેનું GPS થી સતત મોનીટરીંગ કરવું.
ડેપો ખાતે પુરતો ડીઝલ સ્ટોક રાખવો.
આગોતરા આયોજનના ભાગરૂપે વિભાગ ખાતે ૨૪૭ ક્રેઇન તથા ટ્રક કાર્યરત રાખવી તેમજ તેમાં જરૂરી માલ-સામાનની વ્યવસ્થા સુસજ્જ રાખવી.
જરૂરિયાત મુજબ લાઈટ તથા ડીઝલ માટે જનરેટર સેટની વ્યવસ્થા રાખવી.
ડેપો ખાતેની અન્ડર ગ્રાઉન્ડ ડીઝલ ટેન્કમાં પાણી ન ઉતરે તે માટે યોગ્ય વ્યવસ્થા રાખવી.
નિગમની અન્ય સ્થાવર મિલકતોને નુકશાન ન થયા તે માટે ખાસ તકેદારી રાખવી.
વિભાગ ડેપો ખાતેના ઝાડ કે જેને ટ્રીમીંગ કરાવવાની જરૂરિયાત લાગે તે મુજબ યોગ્ય વ્યવસ્થા કરવી.
વાવાઝોડા પહેલાં આગાહી માટે રેડીયો, ટી.વી. સમાચારો, જાહેરાતો તેમજ સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહેવું.
24*7 કંટ્રોલ રૂમ શરુ કરવાના રહેશે. તેમજ મોબાઈલ તથા લેન્ડલાઈન સતત કાર્યરત રહે તેવી વ્યસ્થા કરવી