અમદાવાદ રિવરફ્રન્ટ પર હવે સાઇકલિંગ કરવું પડશે મોંઘુ, ભાવમાં ચાર ગણો વધારો, એક કલાકનો આટલો ચાર્જ આપવો પડશે

|

Jan 18, 2023 | 11:11 AM

કોરોનાને કારણે લોકોમાં તેમના સ્વાસ્થ્યને લઈને જાગૃતતા વધી છે. ત્યારે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર કસરત કરવા, જોંગીગ કરવા અને સાયકલિંગ કરવા જતા હોય છે, તેમજ ફુરસદના સમયે પણ સાઈકલિંગ કરીને રિવરફ્રન્ટ પર સમય પસાર કરતા હોય છે.

અમદાવાદ રિવરફ્રન્ટ પર હવે સાઇકલિંગ કરવું પડશે મોંઘુ, ભાવમાં ચાર ગણો વધારો, એક કલાકનો આટલો ચાર્જ આપવો પડશે
Cycling rates on Ahmedabad riverfront quadruple

Follow us on

અમદાવાદ રિવરફ્રન્ટ પર સાઈકલિંગ કરવાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર સાઈકલિંગ કરવા આવતા લોકોની સંખ્યામાં વધારો થતા જ ખાનગી કંપનીએ અચાનક સાઈકલિંગ કરવાના દરમાં ચાર ગણો વધારો કર્યો છે. ત્યારે અત્યાર સુધી ખાનગી કંપની પ્રતિ કલાક રુ.2 નો ચાર્જ વસુલ કરતી હતી. જો કે હવે દર કલાકના 8 રુપિયા ચૂકવવા પડશે. ત્યારે હવે 15 મીનિટના 2 રુપિયા વસૂલવામાં આવશે. તેમજ 30 દિવસના સબસ્ક્રિપ્શન માટે 199 રુપિયાનો પ્લાન કરાવવો પડશે.

રિવરફ્રન્ટ પર સાઈકલિંગના ચાર્જમાં વધારો

કોરોનાને કારણે લોકોમાં તેમના સ્વાસ્થ્યને લઈને જાગૃતતા વધી છે. ત્યારે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર કસરત કરવા, જોંગીગ કરવા અને સાયકલિંગ કરવા જતા હોય છે, તેમજ ફુરસદના સમયે પણ સાઈકલિંગ રિવરફ્રન્ટ પર સમય પસાર કરતા હોય છે. રિવરફ્રન્ટ પર ચાલતો આ સાયકલિંગનો પ્રોજેક્ટ લોકપ્રિય બનતાં જ તેના રેટમાં ખાનગી કંપની દ્વારા વધારો કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને શિયાળાના સમયમાં લોકો પોતાને તંદુરસ્ત રાખવા સાયકલિંગની મજા સાથે કસરત કરતા હોય છે ત્યારે સાઈકલિંગના રેટમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે દર કલાકના 8 રુપિયા ચૂકવવા પડશે. તેમજ 15 મીનિટના 2 રુપિયા વસૂલવામાં આવશે. આ સાથે હવે તમારે 30 દિવસ માટે 199નો રિચાર્જ પ્લાન લેવો પડશે.

આ પણ વાંચો:અમદાવાદ અને કચ્છમાં એક સાથે ITનું મેગા ઓપરેશન, 18 જગ્યા ઉપર દરોડા અને સર્વેની કાર્યવાહી

ખાનગી કંપનીએ ચાર્જ વધાર્યો

અમદાવાદમાં લોકો સવારના સમયે મોટા ભાગે સાયકલિંગ કરતા જોવા મળે છે તેમજ ખાસ કરીને રિવરફ્રન્ટ પર લોકો તેમના પરિવાર, મિત્રો સાથે અહિં કસરત કરવા આવતા હોય છે. ત્યારે કસરતના ભાગરુપે લોકો સાયકલિંગ પણ કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં લોકો સાયકલિંગનો ઉપયોગ કરતા થાય તે માટે મ્યુનિ.એ અનેક સ્થળે સાઈકલ સ્ટેન્ડ બનાવ્યા છે. પરંતુ રિવરફ્રન્ટ ફરવા આવતા લોકો સાઈકલનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે. ત્યારે તેના દરમાં વધારો કરાતા સાયકલિંગ કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીએ જણાવ્યું હતુ કે, અમારી સાઈકલિંગનું ભાડું અમદાવાદમાં સૌથી સસ્તું છે. આ ઉપરાંત મ્યુનિ. સાથે કંપની એમઓયુ ધરાવે છે. ત્યારે કેટલાકનું માનવુ છે કે, મ્યુનિ. સાથે હોવાથી સાઈકલના રેટમાં કરવામાં આવેલો વધારો યોગ્ય કહી શકાય નહીં.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

હેલ્મેટ મુદ્દે પણ હાઈકોર્ટની ટકોર

રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે નોંધ્યું કે, દ્વિચક્રી વાહન ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત હોવાનો કાયદો તો છે પરંતુ રાજ્ય સરકાર ત્યાં યોગ્ય અમલવારી નથી કરાવી રહી. આ મુદ્દાનું હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લેવાની જરૂરિયાત લાગી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ, બોટાદ જેવા શહેરોમાં લોકો બે રોકટોક હેલ્મેટ વગર ફરી રહ્યા હોવાનું ચીફ જસ્ટિસના ધ્યાને આવતા આ મુદ્દે કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ શકે છે એવી ચીફ જસ્ટિસે ટકોર પણ કરી હતી

Next Article