Ahmedabad ના નવરંગપુરા વોર્ડના કાઉન્સિલર નીરવ કવિ વિવાદમાં સપડાયા, મેટ્રોપોલિટન કોર્ટમાં થઈ અરજી

|

May 24, 2022 | 9:06 PM

અમદાવાદમાં ભાજપના નવરંગપુરા(Navrangpura)વોર્ડના જીત મેળવેલા ઉમેદવાર નીરવ કવિએ પોતાની જ્ઞાતિનું, પ્રમાણપત્ર જન્મતારીખ, રહેઠાણ પુરાવા સહિત ખોટા દસ્તાવેજ રજૂ કરીને ચૂંટણી કમિશન ને પણ ગેરમાર્ગે દોર્યા છે પોતે મુસ્લિમ છે છતાં હિન્દુ બતાવીને ચૂંટણી લડ્યા હોવાની રજૂઆત કોર્ટમાં કરવામાં આવી હતી.

Ahmedabad ના નવરંગપુરા વોર્ડના કાઉન્સિલર નીરવ કવિ વિવાદમાં સપડાયા, મેટ્રોપોલિટન કોર્ટમાં થઈ અરજી
Ahmedabad Metro Court

Follow us on

અમદાવાદ(Ahmedabad)કોર્પોરેશનની વર્ષ 2021 ના ફેબ્રુઆરી માસમાં મહાનગરપાલિકા માટે મતદાન યોજાયું હતું. જેમાં હાલ એક નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ ભાજપના નવરંગપુરા(Navrangpura)વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર નીરવ કવિ(Nirav Kavi)સામે મેટ્રોપોલીટન કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને નીરવ કવિની સામે તપાસના આદેશ મેટ્રો કોર્ટે કર્યા છે.2021મા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જે સમયે હારેલા ઉમેદવાર જય પટેલ દ્વારા મેટ્રોપોલીટન કોર્ટમાં નીરવ કવિ સામે ફરિયાદ કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કાઉન્સિલર નીરવ કવિની મુશ્કેલીમાં વધારો

આ અરજીમાં અરજદારે રજૂઆત કરી હતી કે જીત મેળવેલા ઉમેદવાર નીરવ કવિએ પોતાની જ્ઞાતિનું, પ્રમાણપત્ર જન્મતારીખ, રહેઠાણ પુરાવા સહિત ખોટા દસ્તાવેજ રજૂ કરીને ચૂંટણી કમિશન ને પણ ગેરમાર્ગે દોર્યા છે પોતે મુસ્લિમ છે છતાં હિન્દુ બતાવીને ચૂંટણી લડ્યા હોવાની રજૂઆત કોર્ટમાં કરવામાં આવી હતી.આ સાથે હવે ભારતીય જનતા પાર્ટી તરફથી લડેલા ઉમેદવાર અને હાલના મ્યુનિસિપલ કાઉન્સિલર નીરવ કવિની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં બંને પક્ષ દ્વારાં મેટ્રોપોલીટન કોર્ટમા અરજી મામલે અનેક દલીલો કરવામા આવી હતી.જેમાં તમામ દલીલના અંતે મેટ્રોપોલિટન કોર્ટ દ્વારાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને ઇન્કવાયરી કરવાનો હુકમ કર્યો છે આ સાથે ઇન્ક્વાયરી રિપોર્ટ 90 દિવસ માં કોર્ટમાં જમા કરાવવા માટે આદેશ કર્યો છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

નીરવ કવિની ચૂંટણી લડવા પહેલાની એફિડેવિટ રજૂ કરવામાં આવી

આ સમગ્ર મામલે અરજદાર દ્વારા નીરવ કવિની ચૂંટણી લડવા પહેલાની એફિડેવિટ રજૂ કરવામાં આવી અને તે સાથે જ નીરવ કવિનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ રજૂ કરાયું હતું જેમાં નિરવ કવિની પેટા જ્ઞાતિ તરિકે મુસલમાન રાજ કવિ મીર દર્શાવવામા આવી છે. આજ મામલે હારેલા ઉમેદવાર જય પટેલ દ્વારા અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટના દ્વારાં ખખડાવવામા આવ્યા હતા..હવે જોવાનું એ રહેશે કે તપાસ અધિકારીના રિપોર્ટમા શું ચોકાવનારા તથ્યો સામે આવે છે કે કેમ. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ પ્રકારની ઘટનાથી રાજનીતિમા ચોક્કસ ગરમાવો આવ્યો છે.

Published On - 9:02 pm, Tue, 24 May 22

Next Article