Corona : દેશ સહિત રાજયમાં કોરોનાના વળતા પાણી, કેસોની સંખ્યામાં ઘટાડો

|

Aug 17, 2021 | 9:15 AM

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં બીજી લહેર બાદ સૌથી ઓછા માત્ર નવા 14 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. રાજ્યમાં હવે માત્ર 187 એક્ટિવ કેસ છે.

Corona : દેશ સહિત રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 24 હજાર 692 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે દેશમાં એક દિવસમાં 438 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. ગઈકાલે દેશમાં 33 હજારથી વધુ કેસ નોંધાયા હતા. કેરળમાં કોરોનાનો આંક ઘટીને 12 હજાર પર પહોંચ્યો છે.

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં બીજી લહેર બાદ સૌથી ઓછા માત્ર નવા 14 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. રાજ્યમાં હવે માત્ર 187 એક્ટિવ કેસ છે. જ્યારે 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે. સૌથી રાહતની વાત એ છે કે 30 જિલ્લા અને 4 મનપામાં એક પણ કેસ નથી નોંધાયો. તો અમદાવાદમાં 6 કેસ, સુરતમાં 2 અને વડોદરામાં 3 કેસ નોંધાયા. જ્યારે જૂનાગઢ, વલસાડ અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયો.

રાજ્યમાં રસીકરણની જો વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 4.58 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 53 હજાર 336 લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 42 હજાર 585 લોકોનું રસીકરણ કરાયું. આ તરફ વડોદરામાં 20 હજાર 341 લોકોને રસી અપાઇ. જ્યારે રાજકોટમાં 17 હજાર 922 લોકોનું રસીકરણ કરાયું. આમ રાજ્યમાં કુલ 4 કરોડ 6 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

Next Video