કોરોનાને લઈને ચોકાવનારો ખુલાસો, સાબરમતી નદી, કાંકરીયા – ચંડોળા તળાવના પાણીમાં પણ મળ્યા કોરોનાના વાયરસ

|

Jun 18, 2021 | 12:37 PM

Coronas surprise : ગાંધીનગર સ્થિત આઈઆઈટી સહીત દેશની વિભિન્ન આઠ આઈઆઈટી દ્વારા કરાયેલા સર્વેમાં ચોકાવનારા તારણ સામે આવ્યા છે. આ તારણ મુજબ માત્ર ગટરલાઈન જ નહી પરંતુ કુદરતી પાણીના સ્ત્રોત પણ કોરોનાના વાયરસથી પ્રદુષિત થઈ ચૂક્યા છે.

Corona virus in Sabarmati river : વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાએ ( Corona ) અત્યાર સુધીમાં અનેક પ્રકારે સૌ કોઈને ચોકાવી દીધા છે.  વિવિધ પ્રકારના કોરોના વાયરસ અને કોરોનાની મહામારીએ ખાસ કરીને તબીબી જગત સાથે સંકળાયેલાઓ માટે આ એક અકલ્પનીય બાબત તરીકે ઉભર્યો છે. આવો જ એક ચોકાવનારો ખુલાસો આઈઆઈટીના ( IIT ) વિદ્યાર્થીઓના પરીક્ષણમાં સામે આવ્યો છે. તબીબી જગતના લોકો સહીત સામાન્ય લોકોના પણ માનવામાં ના આવે તેવા સ્થાનેથી કોરોનાના જીવંત વાયરસ મળી આવ્યા છે.

અત્યાર સુધીમાં, દેશના વિભિન્ન શહેરની ગટરની લાઇનમાંથી લેવાયેલા નમૂનાઓની કરાયેલી ચકાસણીમાં કોરોના વાયરસ જીવંત મળી આવ્યા છે, પરંતુ પ્રથમ વખત કુદરતી જળ સ્ત્રોતોમાં પણ કોરોના વાયરસની ઉપસ્થિતિ જોવા મળી છે. ગુજરાતની મુખ્ય નદી પૈકીની એક અને અમદાવાદની મધ્યમાંથી પસાર થતી શહેરની જીવાદોરી સમાન સાબરમતી નદીના ( Sabarmati river ) પાણીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. સાબરમતી નદીમાંથી લીધેલા તમામે તમામ પાણીના નમૂનાઓ કોરોનાના વાયરસ જોવા મળ્યા છે.

ગાંધીનગર સ્થિત આઈઆઈટી ( IIT Gandhinagar) સહીત દેશની વિભિન્ન આઠ આઈઆઈટી દ્વારા કરાયેલા સર્વેમાં ચોકાવનારા તારણ સામે આવ્યા છે. આ તારણ મુજબ માત્ર ગટરલાઈન જ નહી પરંતુ કુદરતી પાણીના સ્ત્રોત પણ કોરોનાના વાયરસથી પ્રદુષિત થઈ ચૂક્યા છે.

સાબરમતી નદીની સાથે સાથે અમદાવાદના રમણીય એવા કાંકરિયા તળાવ (Kankariay lake ) અને ચાંડોળા તળાવ ( Chandola lake ) સહીત અન્ય જળ સ્ત્રોતોમાંથી લીધેલા નમૂનાઓમાં પણ કોરોનાના વાયરસ જોવા મળ્યા છે. માત્ર અમદાવાદની નદી અને તળાવ જ નહી, આસામના ગુવાહાટીની ભરૂ નદીમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં પણ કોરોનાના વાયરસ જોવા મળ્યા હતા.

આઈઆઈટી ગાંધીનગર તેમજ દેશની અન્ય આઈઆઈટીના વિદ્યાર્થીઓએ દેશભરના મહત્વના જળસ્ત્રોતની ચકાસણી કરી હતી. જેમાથી કેટલાક જળસ્ત્રોતમાં કોરોનાના જીવંત વાયરસ જોવા મળ્યા હતા. ગાંધીનગરની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સના ( Department of Earth Sciences ) વડાને ટાંકીને રજૂ કરાયેલા મીડિયા રિપોર્ટ મુજબ, ગયા વર્ષે ગટરના નમૂનાઓની ચકાસણી કરવામા આવી હતી. જેના રિપોર્ટમાં પણ કોરોનાના વાયરસ જીવંત હોવાનું સામે આવ્યું હતું.

ગટરમાં જોવા મળેલા કોરોનાના જીંવત વાયરસ, બાદ કુદરતી જળસ્ત્રોતમાં કોરોનાના વાયરસ છે કે નહી તેની ચકાસણી કરવાનું નક્કી કરાયુ હતું. અમદાવાદમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવાથી અને ગુવાહાટીમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના હોવાથી આ બન્ને શહેરોમાં પાણીના નમૂના લઈને તેની ચકાસણી કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.

આઈઆઈટીના તપાસ કરતા વિદ્યાર્થીઓના જણાવ્યાનુંસાર, સાબરમતી નદીમાંથી લેવાયેલા પાણીના તમામે તમામ સેમ્પલમાંતી કોરોનાના વાયરસ મળ્યા બાદ, ગુવાહાટીમાં ચકાસણીનુ કામ શરૂ કરાયું હતું. જેની તપાસ માર્ચ સુધી ચાલુ રાખવામાં આવી હતી. તે દરમિયાન ભરૂ પાસેથી લીધેલા પાણીના નમૂનાઓ કોરોનાના વાયરસ જોવા મળ્યા હતા

Published On - 10:48 am, Fri, 18 June 21

Next Video