અમદાવાદમાં વેપારી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામા આવી છે. વેપારીની ગાડી રોકી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવાની ધમકી આપી વેપારી પાસેથી 60 હજાર રૂપિયા પડાવ્યા હતા. જેમા સોલા પોલીસે 2 પોલીસકર્મી અને 1 TRB જવાનની ધરપકડ કરી છે અને કેસમાં લાંચ રૂશ્વતની કલમનો ઉમેરો થતાં તપાસ એ ડિવિઝનના એસીપી કક્ષાને સોંપી.
સોલા પોલીસની કસ્ટડીમાં ઝડપાયેલા આ 3 આરોપીઓ પોલીસ કર્મચારીઓ છે. જે ટ્રાફિક એ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા ASI મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરવામા આવી છે. આ પોલીસકર્મીઓએ બોપલના વેપારી મિલન કેલાની ગાડી રોકી કેસ કરવાની ધમકી આપી રૂપિયા 60 હજાર પડાવી લીધા હતા. જે ગુનામાં સોલા પોલીસે સત્તા નો દુરુપયોગ કરી લાંચ લેવાના ગુનામાં ત્રણેયની ધરપકડ કરી છે.
ઝડપાયેલા 3 આરોપીમાથી બે આરોપી મુકેશ ચૌધરી અને અશોક ચૌધરી પોલીસ કર્મચારી છે. જે ટ્રાફિક પોલીસ મથકના સ્પિડ ગન ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. આ પોલીસ કર્મચારીઓ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી રૂપિયા પડાવ્યા હોવાથી આરોપી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શનની કલમનો ઉમેરો કરવા આવ્યો છે. જેથી આ કેસની તપાસ એ ડિવિઝન એસીપીને સોંપવામાં આવી છે. જોકે ASI મૂકેશ ચૌધરી 2016 મા પોલીસ વિભાગ ભરતી થયા હતા.
પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી 2017મા ભરતી થયા છે અને બન્નેનું પહેલું પોસ્ટિંગ હતું. ત્યારે ઝડપાયેલા આરોપી અગાઉ કોઈ ગુનામાં સપડાયા છે કે કેમ અને અગાઉ કોઈની પાસે રૂપિયા પડાવ્યા છે કેમ તેની તપાસ શરૂ કરી છે. પરતું બોપલના વેપારી મિલન કેલા તેની પત્ની સાથે આ પોલીસ કર્મીઓ અમાનીય વર્તન કર્યું હતું.
વેપારી તેના પરિવાર સાથે એરપોર્ટ થી પોતાના ઘરે કેબમાં જઈ રહ્યો હતો ત્યારે ઓગણજ સર્કલ નજીક પોલીસકર્મી ગાડી રોકીને વેપારીને ધમકાવ્યો હતો અને જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધવાની ધમકી આપીને વેપારીને પોલીસ વાનમાં બેસાડી દીધો હતો અને ઉભેરમાં કેબમાં રહેલી તેમની પત્ની અને એક વર્ષના બાળક સાથે એક પોલીસ કર્મી બેસી ગયો.
આ બાદ પોલીસ વાન અને કેબની ગાડી અવવારું જગ્યાએ લઈ જઈ 2 લાખની માંગણી કરી હતી અને અંતે 60 હજાર રૂપિયા આપતા છોડ્યા હતા. એટલું જ નહીં ખાખીમાં રહેલા ગુનેગાર આ પોલીસકર્મીઓ માનવતા નેવે મૂકીને પ્રિંનકા બેનને પોતાના એક વર્ષના બાળકને ફિડિંગ પણ કરાવા દીધું ન હતું.
આ પણ વાંચો : Ahmedabad: વેપારી પાસેથી પૈસા પડાવતા ખંડણીની ફરિયાદનો મામલો, 2 પોલીસ કોન્સ્ટેબલ અને TRB જવાનની ધરપકડ, જુઓ Video
મહત્વનું છે કે ઝડપાયેલા પોલીસ કર્મીએ પોલીસ યુનિફોર્મ અને સરકારી ગાડીનો પણ ગુનામાં ઉપયોગ કર્યો છે. તેથી જ ઝડપાયેલા પોલીસ કર્મીએ અગાઉ પણ તોડ કર્યા હોવાની શંકા છે. સાથે જ 60 હજાર માથી બે પોલીસ કર્મીએ 25-25 હજાર લીધા અને ટીઆરબી જવાનને 10 હજાર આપી ભાગ પાડ્યા હોવાનુ સામે આવ્યુ છે. પરતું ત્રણેય આરોપી પોલીસ તપાસમાં સહયોગ ન આપતા હોવાથી પોલીસે રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.