ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં અનુભવાશે ઠંડીનો ચમકારો, લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે

|

Oct 27, 2021 | 11:13 PM

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. ઉત્તર-પૂર્વના પહાડી રાજ્યોમાંથી પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાશે.

ગુજરાતના ચોમાસાના વિદાયની સાથે જ શિયાળાની(Winter)શરૂઆત થઈ ચૂકી છે. જેમાં ગુજરાતમાં(Gujarat)તહેવારોના સમયમાં આકરી ઠંડી(Cold)પડશે. જેમાં ઉત્તર-પૂર્વના પહાડી રાજ્યોમાંથી પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગે(IMD)ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે.

રાજ્યમાં  આગામી 3થી 4 દિવસમાં જ તાપમાન હજુ 2થી 3 ડિગ્રી જેટલુ ઘટી જશે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડિગ્રીનો તફાવત અનુભવાઇ રહ્યો છે.

ગુજરાતમાં(Gujarat)ચોમાસાની(Monsoon)વિધિવત વિદાય બાદ હવે શિયાળાનું(Winter)આગમન થવાના સંકેતો મળી રહ્યા છે..જેમાં હવે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ તરફ થતાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગે(IMD)આગાહી કરતાં કહ્યું છે કે, અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે.

હાલમાં ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે. હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયામાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે..ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે. જેના લીધે લોકોને ગરમ કપડાં  પહેરવાની ફરજ પડશે.

આ પણ  વાંચો : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દો વધુ ગુંચવાયો, રાજ્ય ભરમાં જોવા મળ્યો પ્રદર્શનનો માહોલ

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને દિવાળી પૂર્વે અપાશે સિંચાઇ માટે પાણી

Published On - 11:09 pm, Wed, 27 October 21

Next Video