કોંગ્રેસ પાર્ટીએ વારંવાર ગુજરાતની જનતા સાથે દગો કર્યો છે, આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને મત નહિ મળે: અરવિંદ કેજરીવાલ

|

Jul 04, 2022 | 5:08 PM

ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો આજે ભાજપથી નારાજ છે પરંતુ તેઓ કોંગ્રેસને વોટ નથી આપતા એવા દરેક વ્યક્તિ ને આમ આદમી પાર્ટીને મત આપે એવું કામ કાર્યકર્તાઓએ કરી બતાવવાનું છે.

કોંગ્રેસ પાર્ટીએ વારંવાર ગુજરાતની જનતા સાથે દગો કર્યો છે, આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને મત નહિ મળે: અરવિંદ કેજરીવાલ
Arvind Kejriwal (File Image)

Follow us on

આમ આદમી પાર્ટી (Aam Aadami Party) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતના પ્રવાસે આવ્યા છે. દરમિયાન જંગી સભા સંબોધતા કહ્યું કે, આજે આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ ફક્ત આમ આદમી પાર્ટીની શપથ નહીં લે પરંતુ દેશ સેવાની શપથ લેશે. આજે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સપનાનું ગુજરાત બનાવવાની શપથ લેશે. તેમણે  કહ્યું કે ગુજરાતમાં દશકો થી કોંગ્રેસ પાર્ટી છે પરંતુ આજે હું દાવા સાથે કહી શકું છું કે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે કોંગ્રેસ કરતા પણ મોટું અને અત્યંત વિશાળ સંગઠન છે. કોંગ્રેસ ફક્ત કાગળ પર મૌજુદ છે. હજુ તો આવતા 1 મહિના માં બુથ સુધીનું સંગઠન બનાવી દેવામાં આવશે અને એ સંગઠન ભાજપના સંગઠન કરતા પણ મોટું હશે.

આજે બીજી પાર્ટીઓ પાસે નોકરિયાત કાર્યકર્તાઓ બનાવ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીમાં દરેક કાર્યકર્તા પૈસા વગર કામ કરે છે. આવનારી ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ પૈસા ભાજપ જોડેથી લેશે પણ કામ આમ આદમી પાર્ટી માટે કરશે. આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર અને સજ્જન લોકો ની પાર્ટી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકોને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં કેવા શાનદાર કામ કર્યા છે. દિલ્હીમાં વીજળી મફત કરી દેવામાં આવી છે અને ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ છે. દેશની સૌથી સારી સરકારી સ્કૂલો અને હોસ્પિટલો આજે દિલ્હીમાં ઉપલબ્ધ છે.

ગુજરાતમાં લોકોને હવે કોંગ્રેસથી કોઈ ઉમ્મીદ નથી. ગઈ ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને વોટ આપ્યો અને તેમના ધારાસભ્યો પૈસા લઈને ભાજપ માં જતા રહ્યા. આ વખતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ સુનિશ્ચિત કરવું પડશે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને એક પણ વોટ ન મળે. ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો આજે ભાજપથી નારાજ છે પરંતુ તેઓ કોંગ્રેસને વોટ નથી આપતા એવા દરેક વ્યક્તિ ને આમ આદમી પાર્ટીને મત આપે એવું કામ કાર્યકર્તાઓએ કરી બતાવવાનું છે. જો આ બે વાતનું ધ્યાન રાખવામાં આવશે તો આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જરૂર સરકાર બનાવશે.

1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા

આવનારી ચૂંટણી માટે દરેક કાર્યકર્તાએ આવનારા છ મહિનાના દિવસ રાત 24 કલાક ફક્ત આમ આદમી પાર્ટીમાં આપવા પડશે. આપણે વિપક્ષ બનવા માટે નહીં પણ સરકાર બનાવવા માટે કામ કરવાનું છે. ગુજરાતના એક પત્રકારે આમ આદમી પાર્ટીના કામો ની પોલ ખોલવા માટે દિલ્હીની મુલાકાત લેવાનું નક્કી કર્યું અને દિલ્હીમાં જઈને દિલ્હીની સરકારી સ્કૂલો જોઈ, સરકારી હોસ્પિટલો જોઈ અને દિલ્હીના લોકો સાથે વાતચીત કરી ત્યારે તેમણે પણ માની લીધું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે ઘણું કામ કર્યું છે. આમ આદમી પાર્ટી ની સરકાર બની તો દિલ્હીમાં જેવી સુવિધાઓ જનતા માટે ઉપલબ્ધ છે એવી બધી જ સુવિધાઓ ગુજરાત માં પણ જનતા માટે ઉપલબ્ધ થશે.

Next Article