ગુજરાતમાં યુનિવર્સિટીઓના કુલપતિ અને ઉપકુલપતિની સત્તામાં કાપ મુકવા અંગે કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

|

Nov 10, 2021 | 8:13 PM

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે કુલપતિની નિમણુકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વીકારતી નથી.

ગુજરાતની(Gujarat)  વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં(University) મોટા પાયે ગેરરીતિ, નાણાંકીય ગડબડી, અનિયમિતતા અને મોટા પાયે પ્રોફેસરો – કર્મચારીઓની નિમણુંકમાં લાગવગશાહી, ભ્રષ્ટાચારની વ્યાપક સિલસિલાબંધ હકીકતો – કૌભાંડની વણઝાર પછી રાજ્ય સરકારે એક પત્ર દ્વારા યુનિવર્સિટીના કુલપતિઓ(Chancellor)  અને સત્તાધીશોની સત્તામાં કાપ મુકવાના નિર્ણય અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ(Congress)  સમિતિના પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશીએ (Manish Doshi) આકરી પ્રતિક્રિયા આપી છે.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો સરકારી યુનિવર્સિટીઓમાં નાણાંકીય અને ભરતી સહિતના મુદ્દા અંગે આદેસાત્મક પત્ર જ ભાજપ સરકાર દ્વારા નિયુક્ત કુલપતિશ્રીઓ અને સરકાર નિયુક્ત સીન્ડીકેટ સભ્યો મનમાની પૂર્વક, ગેરબંધારણીય નિર્ણય કરીને ગેરરીતિ આચરતા હોય, લાગવગશાહી કરતા હોય તેનું આ સ્વીકારનામું છે.

કુલપતિની નિમણુકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વીકારતી નથી. ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત સતત પાછળ ધકેલાઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ ગુણ સુધારણા કૌભાંડ, કલાર્ક ભરતી કૌભાંડ, ઉત્તરવહી કૌભાંડ અને નાણાંકીય અનિયમિતતા અંગે વિસ્તૃત પુરાવા સાથેની રજુઆત છતાં રાજ્ય સરકાર જવાબદાર સામે કેમ પગલા ભરતી નથી? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકોની ભરતીમાં લાગવગશાહી, બાંધકામમાં ભ્રષ્ટાચાર, માટી કૌભાંડ સહિત અનેક ગેરરિતીઓ છતાં સરકાર જવાબદાર સામે પગલા કેમ ભરતી નથી

આ પણ વાંચો :  રાજકોટના ધોરાજીમાં ખેડૂતો ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે મગફળી, આ છે કારણ

આ પણ વાંચો :   ગુજરાતની કોરોના રસીકરણને લઈને વધુ એક સિદ્ધિ, પાંચ મહાનગરોમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ

Published On - 8:03 pm, Wed, 10 November 21

Next Video